Dakshin Gujarat Main

નર્મદા પૂરના પાણીમાં ફસાયેલા આધેડ આખી રાત લીમડાના ઝાડ ઉપર બેસી રહ્યાં

ભરૂચ (Bharuch): નર્મદાના (Narmada) પાણીએ ભરૂચ (Bharuch) જિલ્લામાં તબાહી ભારે મચાવી હતી. અંકલેશ્વરના (Ankleshwar) દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. રવિવારે રાત્રે ખેતરમાં ગયેલ આધેડ વ્યક્તિ પુરના પાણીમાં એવા ફસાયા હતા. આખી રાત લીમડાના ઝાડના ભરોસે આખી રાત વિતાવી ઝાડ નીચે ધસમસતું પાણીમાં પડે એટલે મોતના મુખમાં ધકેલાઈ જાય.

પૂરથી બુલેટ ગતિએ આજુબાજુ કિનારે પાણી ભરાતાં બેબસ બની ગયા હતા. કોઈપણ વ્યક્તિ કંઇ વિચારે એ પહેલાં પગનાં તળિયેથી ઘુંટણસમા પાણી આવી ગયું હતું. જોતજોતામાં ગામડાઓની શેરી નદી બની ગઈ. અંકલેશ્વરનું દિવા ગામે આધેડ માનવી રવિવારની રાત હતી એ વેળા ખેતરમાં ગયેલા આધેડને અચાનક ધસમસતું પાણી આવતા કોઈ રસ્તો ન દેખાતા બાજુમાં આવેલા લીમડાના ઝાડ પર જીંદગી બચાવવા ચઢી ગયા હતા.

તેમને હતું કે પાણી ઘટી જશે પણ રાતભર પાણીનો પ્રવાહ વધતાં જીવ તાળવે ચોંટીને આખી રાત ઝાડ પર વિતાવવી પડી. બીજા દિવસે પોલીસ અને NDRFની ખબર પડતાં તપાસ કરતા લીમડાના ઝાડ ઉપર બેઠેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો અને NDRF ટીમે ઝાડ પાસે જઈને આધેડને સહીસલામત બચાવી લેવાયા હતા.

Most Popular

To Top