National

મુંબઈ પાસીંગની કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરફેર કરનાર સુરતથી ઝડપાયો, આ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ગાડી છૂપાવતો હતો

સુરત: દારૂની હેરફેર કરનારાઓ પોલીસથી બચવા અજબ ગજબ કરતીબનો ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં વલસાડમાં કચરાના ટ્રકમાં દારૂની સપ્લાય કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. કેટલાંક ભેજાબાજ બાઈકની સીટમાં બોટલો છૂપાવી હેરફેર કરતા હોય છે, ત્યારે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ખેપિયાઓએ દારૂની હેરફેર માટે મુંબઈ પાસિંગની ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાડ્યો હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસે ગાડી અને ખેપિયા બંનેને પકડી લીધા છે.

મળતી માહિતી અનુસાર સુરતના(Surat) વેસુ (Vesu) ખાતે સોમેશ્વરા વેરના બેઝમેન્ટ પાર્કીંગમાંથી (Parking) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બે કારમાં ૧.૯૬ લાખના દારૂ (Liquor seized ) સાથે કુલ ૧૦.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરેલી કારની નંબર પ્લેટ ચેક કરતા બીજા કંપનીની ગાડીનું રજીસ્ટ્રેશન નીકળ્યું હતું. જ્યારે ચેસીસ નંબર પરથી જોતા મુંબઈનું (Mumbai) પાસીંગ નીકળ્યું હતું.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, લાલો ઉર્ફે લાલા કંચન અઝમેરી તેના સાગરીતો સાથે મળી છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વાહનોમાં વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરી દારૂના જથ્થાવાળી ગાડી વેસુ ખાતે સોમેશ્વરા વેરના બેઝમેન્ટ પાર્કીંગમાં પાર્ક કરે છે. અને ત્યાંથી ઓર્ડર વાળી પાર્ટીને જથ્થો પહોચાડે છે. અને હાલમાં પણ વોક્સવેગન વેન્ટો કાર (GJ – 05 – JC – 1299) તથા હોન્ડા અમેઝ (GJ – 05 – J D – 8373) માં વીદેશી દારૂનો જથ્થો ભરેલી બંન્ને ગાડી પાર્ક કરેલી છે. અને તે થોડીવારમાં પાર્ક કરેલી વિદેશી દારૂના જથ્થા વાળી ગાડી લેવા માટે આવવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી બંને ગાડી પકડી પાડી હતી. ગાડી માંથી ૬૮૪ નંગ દારૂની બોટલ ૧.૯૬ લાખની કિમતનો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો અને બંને કાર કબ્જે લીધી હતી. કારના નંબરના આધારે તપાસ કરતા હોન્ડા અમેઝ ગાડી ઉપર લગાડવામાં આવેલી રજીસ્ટ્રેશન નં. (GJ – 05 – JD – 8373) ઉપર સેવરોલેટ કંપનીની ગાડી રજીસ્ટ્રેશન થયેલી છે. આ ગાડીના માલીક ભુપેન્દ્રભાઈ બાબુભાઈ ઝવેરી (રહે, ૧ / કૃતીકાનગર સોસાયટી , સીટીલાઈટ) ના નામે હોવાની માહિતી મળી હતી. જ્યારે હોન્ડા અમેઝ ગાડીના ચેસીસ – એન્જીન નંબર પરથી ચેક કરતા તે ગાડીનો સાચો રજી.નં. (MH – 43 BG – 6829) હોવાનો અને તે કેશર ટુર એન્ડ ટ્રાવેલ્સ (ફ્લેટ નં .૧ , પ્લોટ નં.બી -૮૦ શીવકૃપા, ૨૩ ધારાવી નવી મુંબઈ થાણે મહારાષ્ટ્ર) ના નામે રજીસ્ટ્રેશન થયેલી હોવાનુ સામે આવ્યું હતું. ડી.સી.બી.એ નિલેશ ઉર્ફે લાલો કંચન અમજમેરીની ધરપકડ કરી હતી. તેની પુછપરછ કરતા તે ઘણા વર્ષોથી દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું કહ્યું હતું. વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમા ફોર વ્હીલ વાહનની જરૂર પડતા આશરે બે વર્ષ પહેલા ચીખલીમાં રહેતા મિત્ર આરીફ મુલતાનીને વાહન બાબતે વાત કરી હતી. અને તેને આ ગાડી બીજી નંબર પ્લેટ લગાવી આપી હતી. આરીફ મુલતાની (રહે, ચીખલી) ને વોન્ટેડ જાહેર કરાયો છે.

Most Popular

To Top