Business

આ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(UP)નાં સી.એમ યોગી આદિત્યનાથે(Yogi Aaditynath) રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો(Electric Vehicle)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિને મંજૂરી આપી છે. નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2022 અનુસાર જો કોઈ વ્યક્તિ યુપીમાં નવું ઈલેક્ટ્રિક વાહન ખરીદશે તો તેને ભારે ડિસ્કાઉન્ટ(Discount) મળશે. ઇલેક્ટ્રિક કાર ખરીદવાના કિસ્સામાં, લોકોને 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી સરકારની 3D પોલિસી
સરકાર દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે પ્રયાસ કરી રહી છે. હવે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ માટે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2022ને મંજૂરી આપી છે. સરકારે આ પોલિસીને 3D બનાવી છે, અહીં 3Dનો અર્થ આ પોલિસી થકી 3 અલગ-અલગ ધ્યેયો હાંસલ કરવાનો છે. પહેલું એ કે સરકાર નવા ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પર ખરીદદારોને ભારે ડિસ્કાઉન્ટ આપશે, બીજું, તે રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે, જેથી તેમની કિંમતમાં ઘટાડો થશે. ત્રીજું ચાર્જિંગ સ્ટેશન અથવા બેટરી સ્વેપિંગ સેન્ટર સ્થાપિત કરનારાઓને સરકાર દ્વારા ઘણી રાહતો આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર રૂ. 5,000 થી 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
ઉત્તર પ્રદેશ સરકારની નવી નીતિ હેઠળ, જો કોઈ વ્યક્તિ યુપીમાં નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદે છે, તો તેને કાર પર 1 લાખ સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ઇલેક્ટ્રિક 2-વ્હીલરથી લઈને 3-વ્હીલર, કાર અને બસ પર લાગુ થશે. રાજ્યમાં ખરીદાતા ઇલેક્ટ્રિક વાહનોને સરકાર ફેક્ટરી કિંમત પર 15 ટકા સબસિડી આપશે.
તદનુસાર, રાજ્યમાં ખરીદેલા પ્રથમ 2 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર વાહન દીઠ રૂ. 5,000ની છૂટ મળશે. તે જ સમયે, સરકાર પ્રારંભિક 50,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પર પ્રતિ યુનિટ રૂ. 12,000નું ડિસ્કાઉન્ટ આપશે. જ્યારે ઇલેક્ટ્રિક કાર ખરીદવાના કિસ્સામાં, પ્રથમ 25,000 કાર ખરીદનારાઓને 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

મળશે 5 વર્ષ માટે ફ્રી રજિસ્ટ્રેશન
સરકારે ઈલેક્ટ્રિક બસની ખરીદી પર પણ ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રારંભિક 400 ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે 20 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. 5 વર્ષ માટે ફ્રી રજિસ્ટ્રેશન યોગી સરકારની નવી નીતિ અનુસાર મળશે, રાજ્યમાં પ્રથમ ત્રણ વર્ષમાં ખરીદેલા તમામ ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જ નહીં ચૂકવવો પડે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહકનું ઇલેક્ટ્રિક વાહન યુપીમાં જ બનેલ છે, તો તેને ચોથા અને પાંચમા વર્ષમાં પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર આ ડિસ્કાઉન્ટ મળશે.

ટ્રાન્સપોર્ટમાં વપરાતા વાહનો પર પણ ભારે રાહત
સરકારે નવી નીતિમાં લોજિસ્ટિક્સ અથવા ટ્રાન્સપોર્ટમાં વપરાતા વાહનો પર 10 ટકા સબસિડી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ ડિસ્કાઉન્ટ પ્રારંભિક 1000 ઈ-ગુડ્સ કેરિયર્સ માટે હશે અને મહત્તમ રૂ. 1 લાખ સુધીનું હશે. આ ઉપરાંત, સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો તેમજ ઇવી બેટરીને પ્રોત્સાહન આપવા માટે પણ આ નીતિમાં જોગવાઈ કરી છે. તદનુસાર, રાજ્યમાં લઘુત્તમ 1 ગીગાવૉટ ની ક્ષમતા સાથે બેટરી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપનાર વ્યક્તિને સરકાર નાણાંકીય સહાય આપવામાં આવશે. 1,500 કરોડ કે તેથી વધુના રોકાણ કરનારી પ્રથમ બે અલ્ટ્રા મેગા બેટરી પ્રોજેક્ટમાં રોકાણ પર 30 ટકાના દરે આ સબસિડી મળશે.

Most Popular

To Top