બર્મિંગહામ: ઈંગ્લેન્ડના (England) બર્મિંગહામમાં (Birmingham) રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) એક હોકી મેચ (Hockey Match) દરમિયના બે ખેલાડીઓ (Players) વચ્ચે જોરદાર ઝપાઝપી (Fight) થઈ ગઈ હતી. બંને ખિલાડીઓ એટલા ઉગ્ર બની ગયા હતા કે એક ખિલાડીએ બીજા ખિલાડીની ગર્દન પકડી લીધી હતી. તેમજ તેઓએ એકબીજાના ટી-શર્ટ પણ ખેંચી લીધા હતા. ત્યારબાદ આ ઝઘડાને શાંત પાડવા માટે રેફરીએ વચ્ચે આવવું પડ્યું હતું. અને ઝઘડાને શાંત પાડ્યો હતો.
હોકી મેચ ઈંગ્લેન્ડ (England) અને કેનેડાની (Canada) વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 11-2ના માર્જીનથી જીતી લીધી હતી. હોકી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપમાં બીજા સ્થાને હતી અને ભારતીય ટીમ ટોપ પર હતી. હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અથવા ન્યુઝીલેન્ડ બંનેમાંથી કોઈ એક ટીમ સાથે થશે.
આ રીતે મેચમાં લડાઈ શરૂ થઈ હતી
મેચમાં આ ઝઘડો હાફ ટાઈમના ટ્રમ્પેટની થોડી મિનિટ પહેલા જ થયો હતો. ત્યારે ઈંગ્લેન્ડની ટીમ 4-1ની જીત મેળવવાના પ્રયત્નો કરી રહી હતી ત્યારે બીજી બાજુ કેનેડાની ટીમ ગોલ કરવા માટે સતત આક્રમક વલણ અપનાવી રહી હતી. આ દરમિયાન કેનેડાના બલરાજ પનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથ વચ્ચે બોલ સ્નેચિંગ માટે જોરદાર મુકાબલો થવા લાગ્યો. ત્યારે બલરાજ પનેસરની હોકી સ્ટિક ગ્રિફિથના હાથ પર વાગી ગઈ હતી. આનાથી ગ્રિફિથ ગુસ્સે થયો અને પનેસરને ધક્કો મારી દીધો હતો. જેના કારણે પનેશર પણ ગુસ્સે ભરાયો હતો અને તેણે ઈંગ્લેન્ડના ખેલાડીની ગરદન પકડી લીધી હતી. તે ખિલાડીની ગરદન પકડની કેટલી દૂર સુધી ખેંચી લઈ ગયો હતો. અને ત્યાર બાદ બંનેએ એકબીજાની ટી-શર્ટ પકડીને ખેંચી હતી. રમતના મેદાન પર યુદ્ધ શરૂ થઈ ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા.
પનેસર માટે લાલ કાર્ડ અને ગ્રિફિથ માટે યલો કાર્ડ
આ લડાઈ જોઈને બંને ટીમના ખેલાડીઓ અને મેચ રેફરી ઝડપથી મેદાન પર આવી પહોંચ્યા હતા. આ ખિલાડીઓનો ગુસ્સો વધુ ઉગ્ર બને તે પહેલા જ રેફરીએ પનેસરને ફાઇટની પહેલ કરવા બદલ રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર ફેંકી દીધો હતો. જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતવણી આપવામાં આવી હતી. જો કે આ મેચમાં કેનેડાની ટીમ હારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત બુધવારે ભારતની પુરુષ હોકી ટીમ અને કેનેડાની વચ્ચે પણ મેચ રમાઈ હતી જેમાંં ભારતે કેનેડાને 8-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત માટે હરમનપ્રીત સિંઘ અને આકાશદીપ સિંહે સૌથી વધુ બે-બે ગોલ કર્યા હતા. આ સિવાય અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને મનદીપ સિંહે ભારત માટે એક-એક ગોલ કર્યો હતો. અને ભારતને જીત અપાવી હતી.