National

સરકારની મોટી ભેટ, હવે નાની બચત યોજના પર મળશે વધુ વ્યાજ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ્સના રોકાણકારોને શુક્રવારે મોટી ભેટ આપી છે. સરકારે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં 70 બેસિસ પોઈન્ટ્સ (BPS)નો વધારો કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ નાગરિક યોજના, માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા 9 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હાલમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરો 4.0 ટકાથી 8.2 ટકાની વચ્ચે છે. જોકે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. આ અનુક્રમે 7.1 અને 4 ટકા પર રહે છે.

વ્યાજ જાહેર ક્ષેત્રની બેંકોની સરખામણીમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ પર વધુ વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ સેવિંગ્સ એકાઉન્ટ જ્યાં ચાર ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. તે જ સમયે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બચત ખાતા પર 2.70 ટકાના દરે વાર્ષિક વ્યાજ ઓફર કરી રહી છે. ICICI બેન્ક વાર્ષિક 3-3.5 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે અને HDFC બેન્ક પણ વાર્ષિક 3-3.5 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે.

નાની બચત યોજનાઓના વ્યાજ દર આ મુજબ રહેશે
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ઓક્ટોબરથી જૂન સુધી 4 ટકા, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ માટે ઓક્ટોબર-ડિસેમ્બરના 5.80 ટકા, જાન્યુઆરી માર્ચ માટે 7.1 ટકા અને એપ્રિલ-જૂન માટે 7.4 ટકા, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ઓક્ટોબર-ડિસેમ્બર માટે 6.70, જાન્યુઆરી માર્ચ માટે 7.1 ટકા જ્યારે એપ્રિલ-જૂન માટે 7.4 ટકા, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (1 વર્ષ) ઓક્ટોબર-ડિસેમ્બર 5.50 ટકા, જાન્યુઆરી માર્ચ 6.8 ટકા, એપ્રિલ-જૂન માટે 6.9 ટકા, પોસ્ટ ઓફિસ ડિપોઝીટ (2 વર્ષ) ઓક્ટો-ડિસે. 5.70 ટકા, જાન્યુ.-માર્ચ 6.8 ટકા અને એપ્રિલ-જૂન માટે 6.9 ટકા, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (3 વર્ષ) ઓક્ટો.-ડિસે. માટે 5.80 ટકા, જાન્યુ.-માર્ચ 6.9 ટકા, એપ્રિલ-જૂન માટે 7.0, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (5 વર્ષ) ઓક્ટો.-ડિસે. 6.70, જાન્યુ.-માર્ચ 7.0, એપ્રિલ-જૂન 7.5 ટકા મળશે. જ્યારે કેવીપીમાં (123 મહિના) ઓક્ટો.-ડિસે 7 ટકા, જાન્યુ.-માર્ચ 7.2 ટકા, એપ્રિલ-જૂન (15 મહિના) 7.5 ટકા, પીપીએફમાં 7.10, 7.1 અને 7.1, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.60, 7.6 અને 8.0, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં 6.80, 7.0 અને 7.7 જ્યારે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં અનુક્રમે 7.60, 8.0 અને 8.2 ટકા વ્યાજદર લાગુ પડશે.

Most Popular

To Top