Sports

IPLની ઓપનીંગ સેરેમનીમાં રશ્મિકાએ ‘નાટુ..નાટુ’ સોંગ પર જોરદાર પરર્ફોમન્સ આપ્યું

ચેન્નાઈ-ગુજરાત વચ્ચેની મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં લગભગ એક લાખ દર્શકોએ ભાગ લીધો હતો. અરિજિત સિંહ, રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. ઓપનિંગ સેરેમનીના લીધે ટોસ દસ મિનીટ મોડો લગભગ 7 વાગ્યે થયો હતો. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6 કલાકે IPLની ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. સિંગર અરિજીત પઠાણ મૂવીના સોંગ પર પરફોર્મન્સ આપ્યું હતું. તે પહેલાં આખું સ્ટેડિયમ અરિજિત સિંહના ગીત ‘આયે વતન મેર વતન આબાદ રહે તુ…’ ગીત પર નાચ્યું હતું. આ પછી આખું સ્ટેડિયમ અરિજિત સિંહના ‘કેસરિયા’ અને ‘ચન્ના મેરિયા’ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત એ છે કે ભારતીય અભિનેત્રી મંદિરા બેદી ઉદ્ઘાટન સમારોહને હોસ્ટ કર્યું હતું.

અરિજીત સિંહ પછી દક્ષિણની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ પરફોર્મન્સ આપ્યું હતું. તમન્ના ભાટિયાએ સ્ટેજ પર પગ મૂકતાની સાથે જ તેના સિઝલિંગ મૂવ્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. રશ્મિકાએ પોતાના પર્ફોર્મન્સની શરૂઆત ફિલ્મ ‘પુષ્પા’ના લોકપ્રિય ગીતથી કરી હતી. ત્યાર બાદ રશ્મિકાએ ઓસ્કર ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.

કલાકારોના પરર્ફોમન્સ બાદ BCCI સેક્રેટરી જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને IPL ચેરમેન અરુણ અરિજિત સિંહ, રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયાના ધમાકેદાર પ્રદર્શન બાદ મંચ પર દેખાયા હતા. ત્યાર બાદ આજની મેચના બંને કેપ્ટન હાર્દિક પંડ્યા અને એમએસ ધોની ખાસ બગીમાં સવાર થઈને મેદાન પર આવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરીશું. અહીં રમવું હંમેશા સારું છે. નવી શરૂઆત, નવી સીઝન. દેશમાં લગભગ દરેકને તેની (ધોની) પાસેથી પ્રેરણા મળી છે.

CSK ના પ્લેઈંગ-11: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન/વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હેંગરગેકર.

ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ-11: શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટમેન), કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, આર.કે. તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ. શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.

Most Popular

To Top