Gujarat

સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થીનીએ સ્ટિયકરિગં સંભાળ્યું 

રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક 17 વર્ષીય વિદ્યાર્થીનીએ (Student) બહાદુરીભર્યું કામ કર્યું છે. રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક (Heart Attack) આવતા સ્ટિયરિંગ (steering) પરથી કાબૂ ગૂમાવી દીધું હતું, પરંતુ કોઈ દુર્ઘટના (Accident) બને તે પહેલા જ 17 વર્ષીય વિદ્યાર્થીની ભાર્ગવી વ્યાસે સ્ટિયરિંગ સંભાળી લીધું હતું. આ દરમિયાન ટ્રાફિક સિગ્નલ ખુલતા જ તેણે સમજદારી પૂર્વક સ્ટિયરિંગને રસ્તાની બાજુની દીવાલ તરફ ફેરવી નજીકના સબ સ્ટેશન સાથે બસ અછડાવી દીધી હતી.

રાજકોટની 17 વર્ષીય વિદ્યાર્થીની ભાર્ગવી વ્યારે બહાદુરી બતાવી એક મોટી દૂર્ધટના અટકાવી હતી. મળતી માહિતી અનુસાર રાજની જેમ જ સ્કૂલ હોવાથી બસના ડ્રાઈવર હારુનભાઈ ખીમાણી દરરોજ તો સવારે ૬.૩૦ વાગ્યે બસ લઈ વિદ્યાર્થીઓને લેવા માટે ગયા હતા. જોકે, શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોવાથી ડ્રાઈવર બપોરે 1 વાગ્યે વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા. એસ્ટ્રોન ચોક પાસે વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસ પણ બસમાં બેસાડી હતી. ત્યાર બાદ અન્ય વિદ્યાર્થીઓને તેડવા માટે જવાનું હતું. ત્યારે બસ ગોંડલ રોડ પર ટ્રાફિકથી ધમધમતા મક્કમ ચોક નજીક પહોંચી ત્યારે બસાના ડ્રાઈવરને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.

ડ્રાઈવરને છાતીમાં દુ:ખાવો ઉપડતા બસમાં બેઠેલી ભાર્ગવી ડ્રાઈવર પાસે આવી ગઈ અને શું થઈ ગયું તેમ પૂછ્યું હતું તે જ સમયે ડ્રાઈવરે બસના સ્ટિયરિંગ પર માથું ઢાળી દીધું હતું. ત્યાર બાદમાં ભાર્ગવી થોડી ડરી ગઈ હતી, અને ત્યાર બાદ તેણે હિંમત દાખવી તરત જ સ્ટિયરિંગ સંભાળી લીધું અને બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી દીધી હતી. આ ઘટના બાદ આસપાસનો લોકો એકઠા થય ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. જે બાદ ડ્રાઈવરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

રાહદારીઓનો જીવ બચાવ્યો
17 વર્ષીય વિદ્યાર્થીનીની સમજણ અને હિંમતના કારણે આજે કેટલાક લોકોનો જીવ બચી શક્યો છે. આ ઘટના અંગે ભાર્ગવી વ્યાસે જણાવ્યું હતું કે ગતરોજ અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો તો અમારે ત્યાં જવાનું હતું. સ્કૂલ બસનો રૂટ હતો તે પ્રમાણે સવા એક વાગ્યે આવી જવાનું હતું. પરંતુ ડ્રાઈવર અંકલ હારુનભાઈ બસ લઇને 1.25 વાગ્યે આવ્યા હતા. જ્યારે મેં તેમને પૂછ્યું કે કેમ મોડું થયું તો તેઓએ કહ્યું કે, સોરી બેટા 5-10 મિનિટ મોડું થઈ ગયું છે. અને ત્યાર બાદ અંકલ બોલવામાં ખચકાતા હતા. આથી મેં પૂછ્યું કે હારુનભાઈ શું થયું તો તેણે મને કોઈ જવાબ ન આપ્યો આથી મેં તેનો હાથ પકડ્યો તો તેઓ ઢળી પડ્યા હતા.

જ્યારે ડ્રાઈવર અંકલ સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યા ત્યારે ભાર્ગવી થોડી ડરી ગઈ હતી પરંતુ બીજી તરફ જ્યારે ટ્રાફિક સિગ્ન ખુલાતા જ તેણીએ વિચારી લીધું કે તે સ્ટિયરિંગ સંભાળશે. અને ત્યાર બાદમાં બસનું સ્ટિયરિંગ મારા હાથમાં લઈ લીધું હતું. અને તેણે કહ્યું કે મારામાં તાકાત હતી તેટલું સ્ટિયરિંગ વાળવાની કોશિશ કરી. સ્ટિયરિંગ વળી પણ ગયું હતું, પરંતુ સામેની સાઇડ ખૂલી (ટ્રાફિક સિગ્નલ) જતાં મને ડર લાગ્યો કે, મને અને હારુનભાઈને કંઈ થાય તો વાંધો નહીં પણ રસ્તા પર બાળકોથી લઈ ઘણા લોકો પસાર થતા હતા. આ જોઈ મેં સ્ટિયરિંગ દીવાલ સાઇડ વાળી બસ વીજપોલ સાથે અથડાવી દીધી હતી. ભાર્ગવીના પરિવાર તેમજ તેની સ્કૂલ તેના બહાદુરી ભર્યા કામથી ઘણો ગર્વ અનુભવી રહ્યા છે.

Most Popular

To Top