uncategorized

ઉમરગામની હિંચકારી ઘટના: પતિએ જાહેરમાં પત્ની પર પેટ્રોલ છાંટ્યું અને સળગાવી દીધી..

દમણ: ઉમરગામની (Umargam) પરિણીતાના (Wife) પતિએ (Husband) પેટ્રોલ (Petrol) છાંટી તેણીને જાહેર રસ્તા પર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યા બાદ રસ્તા પર લોકોએ તુરંત દોડી જઈ પરિણીતાને બચાવી લેતા તેનો જીવ બચી ગયો હતો. જો કે, ગંભીર રીતે દાઝેલી પરિણિતાની દમણની (Daman) મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરતાં મહિલા એક મહિના પછી સામાન્ય જીવન જીવી શકશે એવું મરવડ હોસ્પિટલનાં તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉમરગામનાં ભાઠા ફળિયામાં રહેતી 32 વર્ષિય કામિની નામની મહિલાએ ઉમરગામ ટાઉનમાં રહેતા જિગ્નેશ રાજપૂત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન દરમ્યાન તેમને 2 સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી. પરંતુ લગ્નનાં થોડા વર્ષો વિત્યા બાદ પતિ જિગ્નેશ પત્ની કામિની ઉપર શંકા-કુશંકા રાખી તેણીને મારઝૂડ કરવાની સાથે માનસિક અને શારીરીક ત્રાસ આપતો હતો. તેણી જે જગ્યાએ નોકરી કરતી હતી. ત્યાંથી આવતા પગારનાં રૂપિયાની પણ વારંવાર માંગણી કરતો હતો.

સોમવારનાં રોજ કામિની તેની બહેનપણી સાથે નોકરીએ જઈ રહી હતી, ત્યારે જ પતિ જિગ્નેશ તેના હાથમાં જલદ પ્રવાહી લાવી કામિનીને રસ્તાની બાજુએ બોલાવી અચાનક તેના ઉપર જલદ પ્રવાહી નાંખી લાઈટર વડે આગ ચાંપી ફરાર થઈ ગયો હતો. જોકે, સદનસીબે નજીકમાં ઉભેલી તેની બહેનપણીએ અને રસ્તા પરથી પસાર થતાં લોકોએ કામિનીને તુરંત બચાવી લેતા તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી પતિ જિગ્નેશ રાજપૂતની ધરપકડ પણ કરી લીધી છે.

પરિણીતા 50 ટકા દાઝી ગઈ
ગંભીર રીતે દાઝેલી કામિનીની સારવાર દમણની મરવડ સરકારી હોસ્પિટલનાં બર્ન વોર્ડમાં શરૂ કરી દેવાઈ છે. જ્યાં મરવડ હોસ્પિટલનાં તબીબ પાસેથી જાણવા મળ્યું છે કે, કામિની મોઢાનાં ભાગથી લઈ છાતી અને પેટ સુધી 50 ટકા જેટલી દાઝી ગઈ છે. શરીર પર લાગેલી આગને તુરંત હોલવી દેતા તેણીનો બચાવ થવા પામ્યો છે. જો કે, આગામી 1 મહિના પછી કામિનીની 60 ટકા જેટલી રીકવરી આવશે. જે બાદ તે સામાન્ય જીવન પુનઃ વ્યતિત કરી શકશે.

Most Popular

To Top