Entertainment

જાન્હ્‌વી કપૂર ફિલ્મો પસંદ કરવામાં ચતુર

ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્‌વી કપૂર, અનિલની મોટી દિકરી સોનમ અને સંજય કપૂરની દિકરી સનાયા કપૂર. અત્યારે રાજકપૂરના સંતાનોમાં રણધીર કપૂરને ત્યાં પ્રસંગ હોય યા ધારો કે રણબીર કપૂર પરણે તો રણધીરની બે દિકરી કિરશ્મા, કરીના ઉપરાંત રિશીકપૂરની દિકરી રિધ્ધિમા જ હોય. આ કપૂર કુટુંબમાં એક રણબીર સિવાય હવે કોઇ પરણનારુ નથી. જયારે બોની – અિનલ – અંજય કપૂર બંધુ ત્રિપુટીની દિકરીઓમાં હજુ અંશુલા, ખુશી, સનાયા અને જાન્હ્‌વી કપૂર પરણવામાં બાકી છે. અર્જૂન કપૂર અને હર્ષવર્ધન કપૂર પણ બાકી છે. આમાં કોણ પહેલું પરણશે એ પૂછવા કરતાં કોના લગ્ન ફિલ્મ જગત માટે સેન્સેશનલ હશે એમ પૂછો તો જાન્હ્‌વી કપૂરના હશે. અત્યારે એ કપૂર કુટુંબમાં એક જાન્હ્‌વી જ સ્ટાર છે. જોકે જાન્હ્‌વી વહેલી પરણે એમ નથી કારણકે તે તેની મમ્મી શ્રીદેવીની જેમ જ ફિલ્મ જગતમાં વધારે પ્રતિષ્ઠા મેળવવા માંગે છે.

અત્યારે જાન્હ્‌વી પાસે ચાર ફિલ્મો છે – ‘ગુડ લક જેરી’ કે જે તૈયાર છે. ‘દોસ્તાના-2’ નું શુટિંગ ચાલી રહ્યું છે અને ‘તખ્ત’નો તખ્તો સજાવાય રહ્યો છે. અને ચોથી ફિલ્મ તે ‘મિલી.’ ગયા વર્ષે ‘રુહી’ અે તેના આગલા વર્ષે ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’માં સારો દેખાવ કરનાર જાન્હ્‌વીએ સાબિત કરી દીધું છે કે તે એક ટકકરની અભિનેત્રી છે. તે તેના પિતા બોની કપૂર સાથે રહે છે પણ ચાહે છે કે તેની જૂદી ઓળખ બને. તે સ્વતંત્ર રીતે વર્તે છે ને કારકિર્દી ગોઠવે છે. તે એટલી આત્મનિર્ભર છે કે બોનીકપૂરના બેનરની તેને ગરજ નથી પડતી. હા, પિતા માટે કામ કરવાની ના નથી. પણ સારી ફિલ્મની શરત છે. રીઆના લગ્નમાં સૌથી વધુ દબદબો જાન્હ્‌વીનો હતો. અંશુલા કપૂર તેના ભાઇ અર્જૂન સાથે આવેલી, સોનમ તેના પતિ સાથે આવેલી, જાન્હ્‌વી તેની બહેન ખુશી સાથે જોવા મળતી હતી.

જાન્હ્‌વી તેની મમ્મીની વિદાય પછી સમજી ગઇ છે કે કારકિર્દી તો પોતાની તાકાત પર જ બનાવવી પડશે. તે કોઇ બોયફ્રેન્ડની પણ મદદ નથી ઇચ્છતી. પોતે એટલે પોતે. તેની આ દૃઢતા તેના કામમાં પણ દેખાય છે. તેણે આજ સુધી બીજી હીરોઇનોની હાજરીવાળી ફિલ્મ સ્વીકારી નથી. આ તેનો વ્યૂહ છે અને આત્મવિશ્વાસ પણ. બાકી અત્યારે કેટરીનાથી માંડી અનેક હીરોઇનો એવી ફિલ્મ સ્વીકારી લે છે જેમાં બીજી હીરોઇન પણ હોય. જો તમારે લક્ષય હાંસલ કરવું હોય તો સ્પષ્ટ અભિગમ હોવો જોઇએ. જાન્હ્‌વીમાં તે છે. જાન્હ્‌વીના પિતા બોની કપૂર નિર્માતા તરીકે નસીબદાર છે. પહેલાં તેને નાના ભાઇ અનિલ કપૂરનો પછી શ્રીદેવીનો આધાર મળ્યો અને હવે અર્જૂન કપૂર પછી જાન્હ્‌વી કપૂર છે.

હમણાં ‘મીલી’ નામની જે ફિલ્મના શૂટિંગમાં જાન્હ્‌વી બિઝી છે તેના િનર્માતા બોની કપૂર જ છે. તે મલયાલમ ફિલ્મ ‘હેલન’ની રિમેક છે. ‘હેલન’ ફિલ્મની સફળતામાં તેની મુખ્ય અભિનેત્રી અન્ના બેન્સનો અભિનય હતો. જાન્હ્‌વી પણ ‘મીલી’માં છવાઇ જશે. હકીકતે તેની ‘ગુડ લક જેરી’ પણ ‘કોલામવુ કોકીલા’ નામની સાઉથની ફિલ્મની જ રિમેક છે અને તે પણ જોરદાર વિષય ધરાવે છે. રિમેકમાં કામ કરવાનો લાભ એ હોય છે કે સામે મૂળ ફિલ્મ હોય એટલે ખબર પડે કે શું કરવાનું છે. તેની ‘પહેલી ફિલ્મ’ ‘ધડક’ પણ રિમેક જ હતી અને ‘દોસ્તાના-2’ સિકવલ છે. જાન્હ્‌વી ફિલ્મોની પસંદગીમાં ચતુર છે અને એકટ્રેસ તરીકે પોતાની ઇમ્પેકટ વિશે સભાન છે. તેની ફિલ્મોના દિગ્દર્શક પણ ઉત્તમના આગ્રહી હોય છે. રિમેકને તો આમ પણ બે દિગ્દર્શકનો લાભ થતો હોય છે. જાન્હ્‌વી આવનારા સમયમાં બીજી અભિનેત્રીઓને જરૂર હંફાવશે.

Most Popular

To Top