Gujarat

ઊંઝા અને રાજકોટથી ભાજપની જન આશીર્વાદ યાત્રાનો આરંભ

ભાજપની કેન્દ્રિય અને ગુજરાતની નેતાગીરી હવે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સમાવાયેલા મનસુખ માંડવીયાના નેતૃત્વમાં રાજકોટથી ભાવનગર માટે અને રૂપાલાના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી અમરેલી સુધીની જન આશીર્વાદ યાત્રાનો ગુરૂવારે સવારે આરંભ થયો છે.

રૂપાલાએ ઊંઝા અને મહેસાણા ખાતે કહું હતું કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યુ છે. આજે ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે પાક ધિરાણ મળી રહ્યુ છે.કોરોના મહામારી અંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 4 કરોડ અને દેશમાં 55 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ ગુરૂવારે રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ લઈને જન આશીર્વાદ યાત્રાનો આરંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશનો ત્રિરંગો દેવી શક્તિથી લહેરાઈ રહ્યો છે. અગાઉ કેન્દ્રિય મંત્રીઓ દર્શનીબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ મહેન્દ્રિ મુંજપરાના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. જેનું સમાપન થઈ ગયું છે

Most Popular

To Top