અખબારી અહેવાલ તથા ટી.વી.ના દાર્શનિક પુરાવા મુજબ સંસદમાં સંસદ સભ્યો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી, એક સાંસદ તો ટેબલ પર ચઢીને હંગામો મચાવતા હતા. ઘણીવાર સંસદ સભ્યો સભા યોગ્ય રીતે ચલાવવા જ નથી દેતા ! લગભગ બધા જ સંસદ સભ્યો વયની દૃષ્ટિએ પરિપકવ જ હશે એમ માનવું રહ્યું ! તો શું તમે બધા બાળકોથી પણ વધુ અણસમજુ છો ? કોઈપણ વિરોધ હોય શાંતિપૂર્વક રજૂ તો કરી શકાય જ ને ?
અને વારંવાર સભાનું કામકાજ ખોરવાતું હતું તો જ માર્શલોને બોલાવવામાં આવ્યા હશે ને ? કોઈપણ રાજકીય પક્ષ હોય એમણે સ્વંયના પક્ષની વાત કે વિરોધ કે કોઈપણ સૂચના શાંતિ પૂર્વક રજૂ કરવી આવશ્યક ! અનિશ્ચિત સમય સુધી સંસદ સ્થગિત રહે તે કોઈપણ રાજકીય પક્ષ માટે શોભનીય બાબત નથી, પ્રજાહિત તથા લોકકલ્યાણ વિશે વિચારો. પગાર અને ભથ્થા મેળવો છો તો એ પ્રમાણે કાર્ય પણ કરો.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.