સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744 છે જે ઇટાલી પછી બીજા સ્થાને છે. ગુરુવારે રેકોર્ડ 950 લોકોનાં મોત થયાં બાદ સતત બે દિવસ ઘટાડો જોવા મળ્યો છે.
નવા કેસોની સંખ્યા પણ 7,026ની સાથે ધીમી પડી, જે કુલ 124,736 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થયેલા કેસોની સંખ્યા 3,706 રહી હતી, જે કુલ 34,219 પર પહોંચી ગઈ છે.
મેડ્રિડ ક્ષેત્રમાં 40 ટકા કેસો સાથે તે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. અહીં 4723 લોકોનાં મોત થયાં છે. કેટાલોનીયાનો ઇશાન પૂર્વીય ક્ષેત્ર 2,508 ના મોત સાથે બીજા સ્થાને હતું.
વડા પ્રધાન પેડ્રો સાંચેઝે આ રોગચાળો ફાટી નીકળવા બાદ તા.14 માર્ચે જાહેર કરેલા કટોકટીનાં પગલાં અને લૉકડાઉનને વધુ બે અઠવાડિયા માટે લંબાવાશે કે કેમ તે નક્કી કરવાનું છે.