Madhya Gujarat

ગેરકાયદે જ્વનશીલ પ્રવાહી લઇ જવાતું ટેન્કર ઝડપાયું

છોટાઉદેપુર: છોટાઉદેપુર પોલીસે સવારે ૬ કલાકે નગરના ડોન બોસ્કો હાઇસ્કૂલ તરફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વડોદરાથી મધ્ય પ્રદેશ તરફ જતા ટેન્કર નંબરMH,04,FP1531 રૂપિયા ૧૫ લાખ ૬૦ હજારના ૨૬ હજાર લીટર જ્વનશીલ પ્રવાહી ભરીને જઈ રહ્યો હતો તેને રોકીને તેને પુછપરછ કરી પાસ પરમીટ માંગતા ગલ્લા તલ્લા કરતા તેને છોટાઉદેપુર પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતાં પોતાને આર્થિક લાભ મેળવવા સારું ગેરકાયદે રીતે પોતાના કબજા ભોગવટા ટેન્કર નંબર MH,O4,FP,1531માં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર જ્વનશીલ પ્રવાહીનો જથ્થો જે જોખમકારક હોવાનું જાણવા છતાં બેદરકારી રાખી પોતાના કબજામાં કોઈપણ પ્રકારની સત્તા અધિકારીની મંજૂરી લીધા વગર અનઅધિકૃત રીતે રાખી પરિવહન કરી ગેરરીતિ આચરતા છોટાઉદેપુર પોલીસે ઈપીકો કલમ 285 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ ૩ ,૭ , મુજબનો ગુનો નોંધી આરોપી સદરી આલમ જબ્બાર મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 26 રહેવાસી સીંગપુર તાલુકા તિલોઈ જિલ્લા અમેઠી ઉત્તર પ્રદેશ હાલ રહેવાસી જીઆઇડીસી વડોદરા હોવાનું જણાતા છોટાઉદેપુર પોલીસે ૨૬ હજાર લીટર જ્વનશીલ પ્રવાહી કિંમત રૂપિયા ૧૫ લાખ ૬૦ હજાર 10000 નુ ટેન્કર 7000 નો મોબાઈલ મળી કુલ ૨૫ લાખ ૬૮ હજાર ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી છોટાઉદેપુર પોલીસ મથકના પી.આઇ જે.કે.પટેલ કરી રહ્યા છે.

Most Popular

To Top