તમિલનાડુમાં પ્રથમ વખત કોરોનાવાયરસથી ( corona virus) સિંહના મોત ( lion death) નો બનાવ બન્યો છે. આ બનાવમાં ચેન્નાઇ નજીકના એક પ્રાણી સંગ્રહાલયમાં ( zoo) એક સિંહણનું મોત નીપજ્યું છે, જ્યારે આ જ ઝૂમાંના સિંહોના જૂથમાં અન્ય નવ સિંહોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પ્રથમ વખત એવું બન્યું છે કે તમિલનાડુમાં આ મોટી બિલાડી ( cat) ઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ચેન્નાઇ નજીકના વંદાલુર ખાતેના અરીગ્નર અન્ના ઝુઓલોજીકલ પાર્કમાં નીલા નામની નવ વર્ષની સિંહણનું મૃત્યુ કોરોનાવાયરસના ચેપના કારણે થયું છે. આ પ્રાણી સંગ્રહાલયમાંના અન્ય ૧૧ સિંહ-સિંહણોમાંથી નવને કોરોનાવાયરસનો ચેપ જણાયો છે. તેમને કોઇ રખેવાળમાંથી ચેપ લાગ્યો હોઇ શકે છે.
ચેન્નાઇથી ૩પ કિમી દૂર આવેલ આ ઝૂ વંદાલુરમાં ૬૦૨ એકરના વિસ્તારમાં ફેલાયેલો છે, જે લાંબા સમયથી કોવિડ-૧૯ના ( covid 19) કારણે લદાયેલા લૉકડાઉનને ( lockdown) કારણે બંધ હતો. આ પાર્કમાં સિંહો ઉપરાંત જાત જાતના વન્ય પશુઓ અને જીવો રાખવામાં આવ્યા છે. આમાં સિંહોને કોરોનાવાયરસના ચેપનો બનાવ સૌપ્રથમ ૨૬મી મેના રોજ ધ્યાનમાં આવ્યો હતો જ્યારે પાંચ સિંહ-સિંહણો કે જે સફારી પાર્ક વિસ્તારમાં રખાયા હતા, તે ખાંસતા જણાયા હતા અને તેમને ભૂખ લાગતી બંધ થઇ ગઇ હતી એમ જણાયું હતું. આના પછી આ સિંહોનું પરીક્ષણ કરાતા તેમના ટેસ્ટ પોઝિટિવ ( positive test) આવ્યા હતા. આના પછી બીજા કેટલાક સિંહોના ટેસ્ટ પણ પોઝિટિવ ( corona positive) આવ્યા હતા, અને આમાંથી લીલા નામની સિંહણનું મોત નિપજ્યું હતું.