સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ની (University) એકડેમિક કાઉન્સીલની બેઠકમાં શિક્ષણવિદોએ યુજી અને પીજીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા (Online Offline Exam) લેવા તખ્તો ગોઠવી દીધો છે. આગામી 16 જૂનથી લાગલગાટ 45 દિવસ ચાલનારી પરીક્ષાઓમાં અઢી લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. વીર નર્મદ યુનિ.એ આખરે સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ અલગ અલગ ફેક્લ્ટીમાં પરીક્ષા લેવા આયોજનને અંતિમ ઓપ આપી દીધો છે. યુનિ. માટે આ વરસે કોરોનાને લીધે ગત નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનાના સેશનની પરીક્ષા લેવાનું કઠીન બન્યુ હતુ. યુનિ.ની પરીક્ષા ટાંણે કોરોનાએ સ્પીડ પકડતા તંત્રએ વેઇટ એન્ડ વોચની સ્થિતિ જાળવી હતી. હવે કોરોનાના કેસ હળવા થયા છે અને લગભગ દોઢ વરસથી યુનિ.માં પાટા ઉપરથી ઉતરી ગયેલા શિક્ષણતંત્રને રાબેતામુજબ શરુ કરવા યુનિ.તંત્ર કમર કસી રહયા છે.
યુનિ.એ અગાઉ ઓનલાઇન એકઝામ માટે પોલીસી તૈયાર કરી દીધી હતી. પરંતુ યુનિ.ના આ પ્રયાસ વચ્ચે રાજય સરકારે બીજા અને ચોથા સેમેસ્ટરમાં ઇન્ટર મિડિએટ લેવલે પ્રોગેશન જાહેર કયુ હતુ. જેને લઇ્ને યુનિ.એ અન્ય સેમસ્ટર અંગે નિર્ણય કરવા આજે એકેડેમિક કાઉન્સીલની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુનિ.એ આગામી 16 જૂનથી 30 જુલાઇ એટલે કે 45 દિવસ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના કુલપતિ પ્રિ.ડો.કે.એન.ચાવડાએ કહયુ હતુ કે યુજીથી પીજીમાં અલગ અલગ 11 ફેકલ્ટીઝમાં અલગ અલગ મેથડ છે. પરંતુ સ્નાતક કક્ષાએ મોટાભાગે ઓનલાઇન પરીક્ષાઓ છે. તે સિવાય અન્ય કેટલીક ફેકલ્ટીઝમાં ઓફલાઇન પરીક્ષા પણ યોજાશે. મોટાભાગની પરીક્ષાઓ એમસીકયુ આધારીત રહેશે. યુનિ.એ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાની એફિલેયેટેડ સરકારી ખાનગી તેમજ ગ્રાન્ટેડ આશરે 300 કોલેજો માટે ઓનલાઇન વ્યવસ્થા ગોઠવી છે.
યુજી અને પીજીના ફાઇનલ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા લેવાશે
યુનિ.ના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ કહયુ હતુ કે અન્ડર ગ્રેજયુએટ તેમજ પોષ્ટ ગ્રેજયુએટના અલગ અલગ અભ્યાસક્રમોમાં ફાઇનલ સેમેસ્ટર એટલે કે યુજીના છઠઠા સેમેસ્ટર તેમજ પીજીના ચોથા સેમેસ્ટરમાં ઓફલાઇન પરીક્ષા યોજાશે.
બીજા અને ચોથા સેમેસ્ટરમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે
રાજય સરકારે જાહેર કરેલા બીજા અને ચોથા સેમેસ્ટરમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. આર્ટસ,કોમર્સ,સાયન્સ,કોમ્પ્યુટર સાયન્સ તેમજ ગ્રામ અભ્યાસ ફેકલ્ટીમાં સેમેસ્ટર -2 અને 4 પ્રોગ્રેશન અપાશે. પાછળના સેમેસ્ટરના માર્કસના આધારે સરકારે ગોઠવેલી વ્યવસ્થા મુજબ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.
ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા વ્યવસ્થા માટે આગામી 29 તારીખે મીટીંગ
યુનિ.માં આ વરસે એમસીકયુ બેઇઝડ પચાસ માર્કસની એક કલાકની ઓનલાઇન પરીક્ષા લેવા જાહેરાત થઇ છે. આ પરીક્ષા માટે વધુ વિગતો કોલેજો તેમજ પરીક્ષા આપનારા ઉમેદવારોને મળી રહે તે માટે આગામી 29 તારીખે માર્ગદર્શક બેઠક યોજાશે.જેમાં ઓનલાઇન એકઝામ સેટઅપ સહિત ઓફલાઇન એકઝામ માટે વધુ સમજ અપાશે ઉમેદવારે કેવી રીતે પરીક્ષા આપવી તેમજ જે ઉમેદવાર પાસે ઓનલાઇન એકઝામ આપવાની સવલત ન હોય તેમને શુ કરવુ વગેરે બાબતે વધુ ચચાર્ઓ કરાશે.
વધુ વિગતો માટે નીચેની લીંક ઉપર કલીક કરવાથી માહિતી મળશે
http://vnsgu.ac.in/download/aca/AutoIndex-2.2.4/index.php?dir=Academic%20Council%202021/26-05-2021/