વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના રસ્તા ખુલ્લા કરવામાં આવી રહયા છે. વહીવટી તંત્ર દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સાફસફાઈ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ફૂંકાયેલા ભારે પવનને પગલે ઝાડની ડાળખીઓ તેમજ પાંદડાઓથી રસ્તાઓ છવાઈ ગયા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત પડી ગયેલા હોર્ડિંગ્સો તેમજ બેનરોને પણ દૂર કરવામાં આવી રહયા છે. ઉપરાંત જે ફીડરો ખોટકાયા છે તેને રિપેર કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
ભારે પવન અને વરસાદે વડોદરાને ધમરોળ્યા બાદ શહેરમાં ઠેરઠેર ઝાડ પડવાના તેમજ હોર્ડિંગો તૂટી પડવાના બનાવો બન્યા હતા. બુધવારના રોજ ફાયરબ્રિગેડને ઝાડ પડવાના 96 કોલ મળ્યા હતા. ફાયરબ્રિગેડના લાશ્કરોએ િદવસભર રસ્તાના ડીવાઈડર અને બંને બાજુમાં નડતરરૂપ પડેલા ઝાડો હટાવવાની કામગીરી કરી હતી. વારસીયા આરટીઓ પરિતોષ સોસાયટી, આજવા રોડ, મોટી છીપવાડ, હરણી, િવજયનગર, બહુચરાજી રોડ, િશવાજી ચોક, આરાધના ટોકિઝ, સંજીવની હોસ્પિટલ, માંજલપુર સાંઈ ચોકડી, િનઝામપુરા, યશ કોમ્પલેકસ, હરિનગર, અકોટા, િદનેશ મિલ સહિતના વિવિધ વિસ્તારોમાં પડેલા ઝાડો દૂર કરવામાં આવ્યા હતા. જયારે પવનમાં ઉડીને રસ્તા પર પડેલી ડાળખીઓ સહિતના કચરાને પણ દૂર કરવાની કામગીરી પાિલકાના સફાઈ કર્મચારીઓએ આરંભી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા બે િદવસમાં પડી ગયેલા 238 વૃક્ષોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. બંધ થયેલા 16 જેટલા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. જયારે એમજીવીસીએલ દ્વારા શહેરમાં બંધ થયેલા 1 ફીડરમાં િવજપ્રવાહ પુન: શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત પડી ગયેલા 12 થાંભલાઓને ફરી ઉભા કરવામાં આવેલા છે. જયારે ગ્રામ્ય િવસ્તારોમાં 480 સ્થળો પૈકી 462 સ્થળો પણ િવજપ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. બંધ થયેલા 72 ફીડરમાંથી 70 ફીડરો િવજપ્રવાહ શરૂ કરવામાં આવેલો છે.
છાણીમાં બીજા દિવસે પણ વીજ પુરવઠો ખોરવાયો
વાવાઝોડાના કારણે વડોદરામાં ભારે તારાજી સર્જાઈ છે.શહેરભરમાં વૃક્ષઓ ,બેનરો ધરાશાયી થયા હતા.આ ઉપરાંત વીજળી પણ ગુલ થઈ હોય લોકો હેરાન પરેશાન થયા હતા.ત્યારે છાણી વિસ્તારમાં બુધવારે પણ 30 ટકા જેટલા વીજ કનેક્શન બંધ હોય વહેલી તકે ચાલુ કરવાની કામગીરી હાથધરવામાં આવી છે.
અગાઉ તૌકતે વાવાઝોડાના લીધે સમગ્ર છાણી વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી લાઈટ ગુલ થઈ જવા પામી હતી.બુધવારે સમગ્ર છાણી વિસ્તારમાં 70 ટકા લાઈટ આવી ગઈ હતી.જ્યારે 30 ટકા લાઈટ આવવાની કામગીરી હાથધરવામાં આવી હતી.બીજી તરફ વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર હરીશ પટેલે જણાવ્યું હતું કે આખી રાત છાણી વિસ્તારમાં ઉભા રહી જીઈબીને સાથે રાખી કામ કરાવ્યું હતું.તૌકતે વાવાઝોડાએ વડોદરામાં એન્ટ્રી કરી નથી.પરંતુ તેના ભારે પવનને કારણે ઘણું નુકશાન થયું છે.હાલ કામગીરી ચાલી રહી છે.સાંજ સુધી સમગ્ર છાણી વિસ્તારમાં લાઈટો આવી જશે તેમ જણાવ્યું હતું.જોકે તૌકતે વાવાઝોડાની અસરને કારણે મંગળવારથી બુધવારની સાંજ સુધી છાણી વિસ્તારના લોકો વિના વીજ પુરવઠાને કારણે હાલાકીનો ભોગ બનવા પામ્યા હતા.આ સિવાય વડોદરાના ફતેપુરા,ચાર દરવાજા વિસ્તાર,દાંડિયા બજાર ,ટાવર ચાર રસ્તા ઓપી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ગુલ થતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.જોકે તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથધરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કવાયત આરંભી હતી.
ઈન્દ્રપુરી સબ સ્ટેશનમાં ટોળાં ભેગા થતાં પોલીસ બોલાવવી પડી
મંગળવારે ત્રાટકેલા વાવાઝોડાને ઠેર ઠેર વીજ થાંભલાઓ પડી ગયા હતા જેના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. રહીશો ઇન્દ્રપુરી સબ સ્ટેશનમાં વીજ પુરવઠો ક્યારે આવશે તેની ફરિયાદ કરવા માટે ભેગા થતાં આખરે પોલીસ બોલાવવી પડી હતી.
વરસાદમાં પણ જિલ્લાના કોવિડ મૃતદેહોને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરાઈ
વડોદરા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા કોવિડ મહામારીને પગલે આગોતરુ આયોજન કરીને સારવાર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે કોવિડ મૃતદેહોને નિકાલ માટે અલગ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. ગત બે દિવસ દરમિયાન વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારના સ્મશાનો બંધ કરવા પડ્યા હતા. ત્યારે જિલ્લાની હોસ્પિટલોના કોવિડ મૃતદેહો પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઓએસડી ડો વિનોદરાવ દ્વારા આ ટીમની ઉમદા સંકલિત કામગીરીને બિરદાવવામાં આવી હતી. ડો વિનોદ રાવે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ સહિત પાયોનિયર હોસ્પિટલના કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર ગ્રામ વિસ્તારના કોવિડ સ્મશાન ગૃહો માં કરવામાં આવતા હતા. પણ બે દિવસ અગાઉ ભારે વરસાદ અને તોફાની પવનો ને લઈને તે સ્મશાનોને કામચલાઉ રીતે બંધ રાખવાની ફરજ પડી હતી અને તમામ મૃતદેહો ને અંતિમ સંસ્કાર માટે શહેરી સ્મશાન ગૃહો ખાતે લાવવા પડ્યા હતા.
મકરપુરા GIDC ફાયર સ્ટેશનના પટાંગણમાં આવેલું વિશાળ ઝાડ કાર પર પડ્યું
મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સ્ટેશનનું વિશાળ વૃક્ષ ધરાશાયી થતા કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. બપોરે 12 વાગે કાર માલિકે ભાડેથી ક્રેઈન મંગાવીને ફાયરબ્રિગેડના જવાનોની મદદથી કારને બહાર કાઢી હતી.
કોઠી પાસેનો વીજ ટ્રાન્સફોર્મર રોડ વચ્ચે જ પડ્યો, સદનસીબે કોઈ જાનહાની નહીં
મંગળવારે મોડીરાત્રે કોઠી ચાર રસ્તા નજીક વીજ ટ્રાન્સફોર્મર મુખ્ય રોડ પર પડયું હતું. સદનસીબે રાત્રિના કોઈ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. બપોરે રોડ બંધ કરી તેની કામગીરી હાથ ધરાઈ હતી.
ગોત્રી હોસ્પિટલમાં પાણી ભરાયાં
ગોત્રી જીએમઈઆરએસગોત્રી હોસ્પિટલના દરવાજા સામે જ વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલી પડી હતી. જયારે કોવિડ સારવાર માટેના આઈસોલેશન તેમજ ટ્રાયોનું િવસ્તારમાં શરૂ કરવામાં આવેલ સ્ટ્રકચરમાં પણ પાણી ભરાયા હતા. કોિવડના દર્દીઓ વધતા નવો ડોમ સ્ટ્રકચર ઉભુ કરીને 300 બેડની કોિવડ કેર સેન્ટર ઉભુ કરાયું હતું. વાવાઝોડાના અગાઉને પગલે આ વોર્ડના તમામ દર્દીઓને અન્ય િબલ્ડિંગમાં ખસેડાયા હતા. બે િદવસ સુધી ભારે પવન સાથે આવેલા વરસાદને પગલે ડોમ સ્ટ્રકચરમાં પાણી ભરાઈ ગયા હતા અને દર્દીઓના બેડ, ગાદલા અને ઓિશકા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા ડોમ સ્ટ્રકચરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડોમ સ્ટ્રકચરમાં પાણી ભરાયા હોવાથી નર્સિંગ સ્ટાફ સહિતના અન્ય પેરામેડિકલ સ્ટાફનો બહાર બેસવાનો વારો આવ્યો હતો. હાલ કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી હોવાથી અન્ય કોઈ મુશ્કેલી ઉભી થઈ ન હતી. પરંતુ ગોત્રી હોસ્પિટલના ડોમ સ્ટ્રકચરમાં પાણી ભરાતા તેને બહાર કાઢીને વોર્ડને પુન: કાર્યરત કરવા માટે યુધ્ધના ધોરમે સાફસફાઈ કરવી જરૂરી છે.
સમરસ હોસ્પિટલનો ડોમ તૂટી પડ્યો
તોઉતે વાવાઝોડાએ બે દિવસ ભારે પવન સાથે પડેલા વરસાદ વડોદરા શહેર-િજલ્લાને બાન લીધું હતું. સમરસ કોવિડ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા હતા. સમરસ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ દર્દીના સ્વજનો માટે હોસ્પિટલની બહાર ઊભો કરવામાં આવેલા ડોમમાં બેસવાની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ તોઉતે વાવાઝોડાને પગલે પગલે શહેર િજલ્લામાં ભારે તારાજી સર્જી હતી. આ ઉપરાંત સમરસ હોસ્પિટલની બહાર બનાવવામાં આવેલો ડોમ પણ હવાના કારણે પડી ગયો હતો. અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા આગવા આયોજનરૂપે દર્દીઓના સ્વજનો માટે સમરસ હોસ્ટેલ મેસમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અવ્યવસ્થા કરવામાં આવી હતી. જો આ વ્યવસ્થા કરવામાં આવી ન હોત તો ભારે પવન સાથેના વરસાદમાં કોવિડ દર્દીઓના સ્વજનો માટે મુશ્કેલી સર્જાઈ હોત. તેથી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનને પગલે દર્દીઓના સ્વજનોને સુરક્ષિત છત્ર મળ્યું હતું. જ્યાં તેઓ આરામથી બેસી શક્યા હતા.