હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે? ગુલામ ભારતની ૧૫૦ વર્ષ પહેલાંની દાંડીયાત્રા ખૂબ કપરી, અનેક કષ્ટો સહન કરનારી અને મીઠાના અન્યાયી કાયદા માટે કરવામાં આવી હતી.
પરંતુ હાલની દાંડીયાત્રા તો ફુલ સેફટી અને ફેસીલીટી સાથે! ખરેખર દાંડીયાત્રા પણ જમાના પ્રમાણે મોર્ડન થઇ ગઇ! દાંડીયાત્રા સાથે ડોકટરની ટીમ! દરરોજ પલ્સ, બ્લડ પ્રેશર, ઓકસીજન ચેક થઇ રહ્યા છે. ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરો દરરોજ કસરતો, અને યોગ સાથે દાંડીયાત્રીઓને શારીરિક મજબૂત રાખી રહ્યા છે.
હાલની દાંડીયાત્રાનો શો હેતુ? માત્ર એક દેખાડો કે પછી અનુકરણ. તો યાદ રાખો કોઇકનાં કામોનું અનુકરણ કરીને આપણે ગર્વ લઇએ પરંતુ વિચારોનું અનુસરણ કયારેય ન કરી શકીએ. એવું આ દાંડીયાત્રા પરથી લાગી રહ્યું છે. કયાં એક સીધા સાદા ગાંધીજી અને કયાં આ સમયનાં દાંડીયાત્રીઓ….!
અમરોલી – પાયલ વી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.