National

અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બિડેને ફ્લાઇટ એટેન્ડેટ બની સ્ટાફને એપ્રિલ ફૂલ બનાવ્યા

અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બિડેને મીડિયા અને તેના સ્ટાફ સાથે મજાક કરી તમામને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા. જિલ બિડેને ફ્લાઇટ એટેન્ડન્ટ બનીને લોકોને મૂર્ખ બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને આઈસ્ક્રીમ પીરસી હતી.

જિલ બિડેન અને તેનો સ્ટાફ, સિક્રેટ સર્વિસ અને મીડિયા કર્મીઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે જિલ બિડેને લોકોને આઇસક્રીમ પીરસી હતી. તેમણે કાળા માસ્કથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો અને તેમણે વિગ પહેરી હતી.

જિલ બિડેને ‘જાસ્મિન’ નામનું ટેગ નામ પણ તેમના ગણવેશમાં મૂક્યું હતું જેનાથી લોકોને લાગે કે તે ખરેખર ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. જિલ બિડેન કેલિફોર્નિયાથી વોશિંગ્ટન પરત ફરી રહ્યાં હતાં. 5 મિનિટ પછી જિલ બિડેને તેની વિગ કાઢી અને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. નિહાળનારાઓએ એ પણ જોયું કે ફ્લાઇટ એટેન્ડન્ટ અમેરિકાની ફર્સ્ટ લેડી છે. આ રીતે તેણે બધાને એપ્રિલ ફૂલ બનાવ્યા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top