ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ અમેરિકાના દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢતાં કહ્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર Mojtaba Khameneiના આરોગ્ય અંગે કોઈ સમસ્યા નથી. અમેરિકાના રક્ષા સચિવ Pete Hegsethએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ખામેનેઈ ઘાયલ છે અને કદાચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે, પરંતુ ઈરાને આ દાવાને અફવા ગણાવી છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરાઘચીએ જણાવ્યું હતું કે ખામેનેઈ સંપૂર્ણપણે ઠીક છે અને તેમની તબિયત અંગે જે પ્રકારની અટકળો ચાલી રહી છે તે બિનઆધારિત છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાનના નેતૃત્વમાં કોઈ અનિશ્ચિતતા નથી અને દેશની રાજકીય વ્યવસ્થા સામાન્ય રીતે કાર્યરત છે.
અમેરિકાનો દાવો શું છે? : અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે કહ્યું હતું કે ઈરાનના નવા સુપ્રીમ લીડર “ઘાયલ અને કદાચ વિકૃત” હાલતમાં છે. તેમના મુજબ ખામેનેઈએ તાજેતરમાં એક લેખિત નિવેદન બહાર પાડ્યું હતું, પરંતુ તેમાં અવાજ કે વીડિયો નહોતો. હેગસેથે પ્રશ્ન કર્યો હતો કે ઈરાન પાસે પૂરતા કેમેરા અને રેકોર્ડિંગ સાધનો હોવા છતાં માત્ર લખિત નિવેદન કેમ જાહેર કરવામાં આવ્યા
ઈરાનની અંદર નેતૃત્વ અંગે ગૂંચવણ જોવા મળી રહી છે અને દેશની સ્થિતિ અસ્પષ્ટ બની રહી છે.
ઊર્જા માળખા પર હુમલા અંગે ઈરાનની ચેતવણી
આ જ ઇન્ટરવ્યૂ દરમિયાન અરાઘચીએ ચેતવણી આપી હતી કે જો ઈરાનની તેલ અને ઊર્જા સંબંધી સુવિધાઓ પર હુમલો કરવામાં આવશે તો ઈરાન તેનો જવાબ આપશે. તેમના જણાવ્યા મુજબ, ઈરાનની સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો તેમની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવવામાં આવશે તો અમેરિકાથી જોડાયેલા ઊર્જા માળખા પર પ્રતિકારાત્મક હુમલો થઈ શકે છે.
ખાર્ગ આઇલેન્ડ પર હુમલા બાદ તણાવ વધ્યો : તાજેતરમાં અમેરિકી સૈન્યએ ઈરાનના મહત્વપૂર્ણ તેલ નિકાસ કેન્દ્ર Kharg Island નજીક સૈન્ય કાર્યવાહી કરી હતી. આ ટાપુ ઈરાનના તેલ નિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ કહ્યું હતું કે આ હુમલામાં સૈન્યના નિશાનોને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા છે, એટલુજ નહી ઊર્જા માળખાને સીધું નિશાન બનાવાયું નથી.
યુએઈમાંથી હુમલાના આરોપ : અરાઘચીએ વધુમાં આરોપ લગાવ્યો કે અમેરિકા યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાં આવેલા સૈન્ય બેઝમાંથી ઈરાન પર ટૂંકા અંતરના રોકેટ હુમલા કરી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની કાર્યવાહી “અસ્વીકાર્ય અને ખૂબ જોખમી” છે, ખાસ કરીને જ્યારે તે ઘન વસ્તીવાળા વિસ્તારો નજીકથી કરવામાં આવે છે. તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું કે ઈરાન કોઈપણ પ્રતિકાર કરતી વખતે સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય તે માટે પ્રયાસ કરશે.