ગાંધીનગર, તા. 25
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. વ્યાસ દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે.
NFSU ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતુ કે 17 પીએચ.ડી. (Ph.D.) મેળવનારાઓ સહિત કુલ 1,799 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. શૈક્ષણિક શ્રેષ્ઠતાની માન્યતામાં, તેજસ્વી વિદ્યાર્થીઓને 52 ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.
દીક્ષાંત સમારોહ દરમિયાન એક ઐતિહાસિક પહેલનું અનાવરણ પણ કરવામાં આવશે.
આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ઇન્ટરનેશનલ ડિજિટલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર (IDDRC)નું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ દીક્ષાંત સમારોહમાં ઝિમ્બાબ્વે અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ સહિત આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, તેમજ ભારતભરની પ્રખ્યાત હસ્તીઓ, વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ, બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સહભાગી થશે.