National

ઓડિશામાં 9 સીટર વિમાન ક્રેશ, પાયલોટ સહિત 7 લોકો સવાર હતા

ઓડિશાના રાઉરકેલામાં 9 સીટરવાળી ફ્લાઇટ ક્રેશ થઈ છે. આ 9 સીટર ઇન્ડિયા વન એર ફ્લાઇટ ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહી હતી. તેમાં 6 મુસાફરો અને 1 પાઇલટ સહિત સાત લોકો સવાર હતા. પાઇલટને ગંભીર ઇજાઓ થઈ છે. વિમાન દુર્ઘટના રાઉરકેલાથી 15 કિલોમીટર દૂર થઈ હતી. VT KSS વિમાન ક્ષતિગ્રસ્ત થયું હતુ.

રાઉરકેલાથી ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ થયું છે. વિમાન 9 સીટરવાળું હતું જેમાં 7 લોકો સવાર હતા. 6 મુસાફરો ઉપરાંત અકસ્માત સમયે એક પાઇલટ પણ સવાર હતો. બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ 9 સીટર ઇન્ડિયા વન એર ફ્લાઇટ ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહી હતી. વિમાનમાં છ મુસાફરો અને એક પાઇલટ સહિત કુલ સાત લોકો સવાર હતા. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન રાઉરકેલાથી આશરે 10-15 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગો દોડતા થયા હતા.

વિમાનમાં સવાર બધા સુરક્ષિત
માહિતી મળતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ મુસાફરો અને પાયલોટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગની એક ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચશે. તપાસ ચાલી રહી છે. વિમાન કેવી રીતે અને કયા સંજોગોમાં ક્રેશ થયું તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પછી જ શક્ય બનશે. હાલમાં વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ સતર્ક છે. સ્થાનિક સ્તરે પણ સુરક્ષા અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે વિમાન દુર્ઘટનામાં દરેકનો સુરક્ષિત બચાવ એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top