આજના ઝડપી જમાનામાં લોકોને ઓછા સમયમાં મહેનત અને સંઘર્ષ કર્યા વગર જ ધનવાન બનવું છે. જે વહેલું અને સહેલું શોધતા હોય છે. અનેક અરમાનો, આકાંક્ષા, મહત્ત્વકાંક્ષા કે સપના જોતા હોય છે. પરંતુ આ બધી નિરર્થક વાત છે. કેમ કે, ભગવાન કાંઈ બધાને મફત આપવા નથી બેઠો, એટલે મહેનત અને સંઘર્ષ વિના શક્ય નથી. એટલે એક સ્લોગન જાણીતું છે. ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ આથી મહેનત કરો, ભગવાન જરૂર તમારા ધંધા-રોજગારમાં સફળતા આપશે અને ધનની વૃદ્ધિ માટે જરૂર બરકત પૂરશે. એમાં નસીબ પણ મહત્ત્વનું પરિબળ મનાય છે.
એક નાનો પ્રસંગ જણાવું છું. ભગવાન શિવ અને પાર્વતી એક ગરીબ માણસને મદદ કરવા માટે રસ્તામાં પૈસાની કોથળી ફેંકી ત્યારે ગરીબ માણસ જે ચાલતો જતો હતો. એને વિચાર આવ્યો આંધળા માણસો રોજ કેવી રીતે ચાલતા હશે? આથી તેણે આંખો મીચેને ચાલવાનો પ્રયાસ કર્યો. તેવામાં પૈસાની કોથળી પસાર થઈ ગઈ, આથી શિવ-પાર્વતીએ વિચાર્યું, આ માણસના નસીબમાં પૈસા નથી. આમ ગમે તે કરો પણ ‘સમય સે પહેલે ઔર તકદીર સે જ્યાદા, કુછ મિલને વાલા નહીં હૈ!’
તરસાડા, માંડવી – પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.