વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાના સોશિયલ મીડિયા પર બોલ બગળ્યા છે.સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને કાઠીયાવાડના વિરોધીઓને ગર્ભિત ચીમકી આપી દીધી હતી અને શહેરના કોઈ પણ મોટા માથા હશે એને 6 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાની ધમકી ઉચ્ચારી હતી.
જોકે નીતિન પટેલ (દોંગા)નો ઈશારો કોના તરફ છે તે ભાજપના મોટા ભાગના કાર્યકરો જાણે છે. જેઓની ઉમેદવારી વિવાદોથી ભરેલી હતી અને ચૂંટણી પ્રચારમાં પણ સંગઠનની જાણ બહાર અકોટાના પૂર્વ ધારાસભ્ય ને પ્રચારમાં લાવ્યા હતા.ત્યારથી જ શહેર સંગઠનના કેટલાક નેતાઓ નીતિન પટેલથી નારાજ ચાલી રહ્યા છે.
બીજી ટર્મના સિનિયર કાઉન્સિલર હોવા છતાંય પાલિકામાં તેઓને કોઈ મહત્વનું સ્થાન મળ્યું નથી. છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્ર લોબીના વર્ચસ્વ બાદ ઇચ્છુક નેતાઓને મહત્વનું સ્થાન નહીં આપતા નારાજગી જોવા મળી રહી છે.
નીતિન પટેલને કટ ટુ સાઈઝ કર્યા બાદ સોશ્યલ મીડિયા પર બળાપો નિકળવો સ્વાભાવિક છે.પરંતુ આવું કરવાથી ભાજપના સંગઠન કે પ્રદેશના નેતાઓને કોઈ ફરક નહીં પડે એ વાત પણ નક્કી છે.નોંધનીય છે કે નિતીન પટેલ કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ સ્થાનિક નેતાઓને નેવે મૂકીને વોર્ડમાં વિસ્તારમાં પ્રચાર અર્થે સૌરભ પટેલ અને દિલીપ સંઘાણીને લાવ્યા હતા.
વોર્ડ 10 ના કાઉન્સિલર નીતિન પટેલે આ પ્રકારની સોશ્યલ મીડિયા ફેસબુક પર પોસ્ટ મુકતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.