Business

પારૂલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મેરી કોમનું વક્તવ્ય

  • ૨૫,૫૦૦ મહેમાનોની હાજરીમાં દીક્ષાંત સમારોહ યોજાયો
  • આત્મવિશ્વાસ દરેક ચેમ્પિયનની સફળતાની ચાવી
  • રજત શર્મા, મેરી કોમ, સાનિયા મિર્ઝા, વિનીતા સિંઘે વિદ્યાર્થીઓને રિયલ-વર્લ્ડથી અવગત કરાવ્યાં
  • દિક્ષાંત સમારોહમાં નાં મુખ્યમંત્રીનું અભિવાદન કરતા યુનિ.ના પ્રેસિડેન્ટ

વડોદરા, ડિસેમ્બર, 2025 : પારૂલ યુનિવર્સિટીએ તાજેતરમાં ૯માં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી સાથે તેની શૈક્ષણિક સફરમાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પત્રકાર રજત શર્મા, બોક્સિંગ લિજેન્ડ મેરી કોમ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને આંત્રપ્રિન્યોર વિનીતા સિંઘની પ્રેરણાદાથી ઉપસ્થિતિથી સમગ્ર કેમ્પસમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો. મહેમાનોની સાથે-સાથે યુનિ.ના ટોચના મેનેજમેન્ટ, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા સહિત ૨૫,૫૦૦ મહેમાનો આ યાદગાર કાર્યક્રમના સાક્ષી બન્યાં હતાં.

આ વર્ષના દીક્ષાંત સમારોહની મુખ્ય હાઈલાઈ ટ્સમાં ૧૦૪ ગોલ્ડ મેડલ અને ૪૪ સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરાયા હતાં. આ ઉપરાંત પ્રોફેશનલ સિદ્ધિથી યુનિ.ને ગૌરવ અપાવનારા ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તેમજ ૧૩૫ પીએચડી સ્કોલર્સના સમૂહનું પણ સન્માન કરાયું હતું. આ એવોર્ડ્સ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે તેમના સમર્પણ અને ખંતનું ઉત્તમ ઉદાહરણ છે.

૨૦૨૫ બેચમાં ૧૬,૧૩૨ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયાં છે. મહત્વપૂર્ણ છે કે પારૂલ યુનિ.એ દીક્ષાંત સમારોહની સાથે-સાથે જબરદસ્ત પ્લેસમેન્ટની પણ ઉજવણી કરી છે. યુનિ.ના કોંડાપલ્લી શાન્મુખા સાંઈ રામને ભારત પેટ્રોલિયમમાં વાર્ષિક રૂ. ૨૬.૩ લાખ, સુહાની શાહને ગોલ્ડમેન સાકસમાં વાર્ષિક રૂ. ૩૦ લાખ, સુરજ શૈલેષ જગતાપ અને પટેલ તનિષકુમાર મેહૂલભાઈને માઇક્રોસોફ્ટમાં વાર્ષિક રૂ. ૬૦ લાખના જંગી પેકેજ ઓફર થયાં છે. આ ઉપરાંત અનિમેશ નારાયણ, સુરજ તિવારી અને યુવરાજ સિંઘની ઇન્ડિયન નેવીમાં ઓફિસર્સ તરીકે પસંદગી કરાઇ છે, જે યુનિ. માટે ખૂબજ ગૌરવની વાત છે.

જીવનમાં સામાજિક જવાબદારી, નૈતિકતા અને સત્યનું મહત્વ
પત્રકાર રજત શર્મા-પડકારો આવશે, પરંતુ તમારા ચહેરા ઉપરનું સ્મિત ક્યારેય જવા દેશો નહીં. સફળતાનો કોઈ શોર્ટકટ નથી, પ્રામાણિક પ્રયાસો અને ધીરજ તમને સફળતા અપાવશે.

  • ઉદ્યોગસાહસિક વિનીતા સિંઘ: નિષ્ફળતા એ સફળતાની એન્ટ્રી ફી છે. તે ચૂકવો, તેમાંથી શીખો, અનુભવ કરો અને સત્ત આગળ વધતા રહો.

પડકારોને પાર કરીને જીવનમાં આગળ વધવું જોઈએ
સાનિયા મિર્ઝા – તમે જીવનમાં ગમે તેટલા નિષ્ફળ થાઓ, પરંતુ જો તમે પડકારોનો અને મક્કમપણે સામનો કરશો તો એક દિવસ સફળતા જરૂરથી મળશે જ.

તમે પડકારોનો સામનો કેવી રીતે કરો છો તે મહત્વનું
મેરી કોમ- આત્મવિશ્વાસ ક્યારેય બીજા પાસેથી લઇ કે ખરીદી શકાતો નથી. તમારે આત્મવિશ્વાસ પોતાની મેળે કેળવવો પડશે, તો જ તમે જીવનમાં સફળતા મેળવશો.

Most Popular

To Top