Sports

સ્ટેડિયમમાં IPL મેચ જોવી હવે લક્ઝરી ગણાશે, જાણો કેટલા રૂપિયા ચુકવવા પડશે

હવે ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમમાં IPL મેચ જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે, કારણ કે સરકારે GST દર 28% થી વધારીને 40% કર્યો છે. આ નિર્ણય GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરના રોજ આ માહિતી આપી હતી.

સરકારે નવી કર પ્રણાલીમાં કેટલીક વસ્તુઓને લક્ઝરી ગણીને તેના પર વધુ જીએસટી લગાવ્યો છે. IPL ક્રિકેટ જોવાને એક લક્ઝરી પ્રવૃત્તિ તરીકે ગણ્યું છે અને તેને તમાકુ ઉત્પાદનો અને કેસિનો જેવી સેવાઓની શ્રેણીમાં મૂક્યું છે. જેથી હવે આઈપીએલ ક્રિકેટ સ્ટેડિયમમાં જોનારાઓને ટિકીટના વધ પૈસા ચુકવવા પડશે. જોકે સામાન્ય ક્રિકેટ મેચો પર હજુ પણ 18% GST લાગુ રહેશે. એટલેકે તેની ટિકીટોમાં કોઈ વધારો નહીં થાય. આ ફેરફાર ફક્ત પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે છે. ધારોકે પહેલા 1000 રૂપિયાની ટિકીટ પર 28% જીએસટી પ્રમાણે 1280 રૂપિયા ચુકવવા પડતા હતા. હવે 1000 રૂપિયાની ટિકીટ પર 40% એટલે કે 1400 રૂપિયા ચુકવવા પડશે.

બીજી બાજુ થિયેટરમાં ફિલ્મ જોવું પણ સસ્તુ થશે. 100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ પર ફક્ત 5% GST લાગશે જે પહેલા 12% હતો. પરંતુ 100 રૂપિયાથી વધુની ટિકિટ પર હજુ પણ પહેલાની જેમ 18% GST લાગશે. હોટેલ બુકિંગ, સુંદરતા અને આરોગ્ય સંબંધિત સેવાઓ પર GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

GSTમાં ફેરફારને કારણે હોટેલ ભાડામાં કેવી રીતે ફેરફાર થશે?
હોટલમાં રૂમ બુક કરાવવા પર પહેલા 12% કર લાગતો હતો હવે 5% લાગશે. જોકે આ કર ફક્ત ત્યારે જ લાગુ થશે જ્યારે એક દિવસનું ભાડું 7500 રૂપિયા કે તેથી ઓછું હોય. આમ સસ્તી હોટલ અને રિસોર્ટ હવે સસ્તા થશે. ઉદાહરણ તરીકે 5000 રૂપિયાનો રૂમ પહેલા 5600 રૂપિયામાં મળતો હતો, હવે તે 5250 રૂપિયામાં મળશે.

હવે 2 ને બદલે GST માં ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18% હશે. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી સામાન્ય જરૂરિયાતો પણ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 સપ્ટેમ્બરના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી આપી હતી.

નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે દૂધ, રોટલી, પરાઠા, ચેન્ના સહિત ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પર કોઈ કર રહેશે નહીં. 33 જીવનરક્ષક દવાઓ, દુર્લભ રોગો અને ગંભીર રોગો માટેની દવાઓ પણ કર મુક્ત રહેશે. પીએમ મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં આપેલી દિવાળી ભેટને GST કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે. હવે શોખ અને લક્ઝરી માટે 40%નો સ્લેબ રહેશે. નવા ફેરફારો સાથે, દૂધ-ઘી, ટીવી-એસી, કાર-બાઈક જેવી શ્રેણીઓની જરૂરિયાતો સસ્તી થશે.

Most Popular

To Top