આમ આદમી પાર્ટીનો ચૂંટણીમા એજન્ડા શું હતો એની મને ખબર નથી. એ તો ઠીક ,એના કોઈ ઉમેદવારને હું જાણતો નથી. પણ દૈનિકમાં અગાઉ એમના નામ અવારનવાર જોવામાં આવતાં કડી મળી કે આ તો એ જ લોકો છે કે જેમાંના કેટલાક તો પોતાના વિસ્તારના પાણી, રસ્તાઓ વગેરે પ્રાથમિક જરૂરિયાત માટે નેતાગીરી લઇને કલેકટર કચેરી કે કોર્પોરેશનની મુગલીસરા કચેરીએ ધરણાં, આંદોલન કરી આવેદનપત્ર પત્ર આપતા હતા.
આ ચૂંટણીમાં પાંચ દસ નહિ, પણ પૂરા સત્તાવીસ ઉમેદવાર પહેલી જ વાર ‘આપ’ ના નેજા હેઠળ સત્તાનો સ્વાદ ચાખશે એ નાની સૂની વાત નથી.હવે આ પ્રતિનિધિઓ ખોંખારીને આ વિસ્તારનાં કામો કરાવી શકશે.
આમાં દિવાલ પરના લખાણ જેવી નોંધપાત્ર બાબત એ છે કે જેમની પાસે મોટી પ્રચાર ટીમો , રોડ શો કે નાણાંકીય સાધનો અન્ય પક્ષોના મુકાબલે ઓછાં હતા. તેઓ આપબળે ચૂંટાઈ આવ્યા છે એને મતપેટીનો મોટો ચમત્કાર કહી શકાય.
હવે જોવાનું એ રહે છે કે સત્તા પ્રાપ્ત કર્યા પછી આ ઉમેદવારો લોકોના કામના બદલે ‘ઈતર પ્રવૃત્તિઓ ‘ માં લાગી ન જાય. આમાં જે તે વિસ્તારના લોકોની સમસ્યાઓ અંગેની જવાબદારી પણ ઓછી નથી એમ કહેવાની જરૂર ખરી?
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.