ક્લાસમાંથી પરત ઘરે છોડવાના બદલે આજવા ચોકડી તરફ લઇ ગયાં બાદ લગ્ન કરવાની ઓફર કરી, યુવતીના સાથેના બીભત્સ ફોટા રિક્ષા ચાલકે ફિયાન્સને મોકલી લગ્ન તોડાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો
પ્રતિનિધિ વડોદરા તા.11
એર હોસ્ટેસનો કોર્ષ કરતી યુવતીને રિક્ષામાં બેસાડી ચાલક આજવા ચોકડી તરફ કોઇ સુમસામ જગ્યા પર લઇ ગયો હતો. ત્યાં ચાલકે હુ તને પ્રેમ કરુ છુ તેમ કહી લગ્ન કરવાની ઓફર કરી હતી. યુવતીએ તેની સગાઇ થઇ ગઇ હોવાનું કહેતા રિક્ષા ચાલકે રોષે ભરાઇને તેણીની સાથે બીભત્સ ચેનચાળા કર્યા હતા અને ચેનચાળા કરતા ફોટા પણ લીધા હતા. જે ફોટાના આધારે લગ્ન કરવા માટે દબાણ પણ કરતો હતો. ઉપરાંત ફોટા ફિયાન્સને મોકલી લગ્ન તોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલકને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી એર હોસ્ટેસનો કોર્ષ શરૂ કર્યો હતો અને તેનો ક્લાસ પણ અલકાપુર વિસ્તારમાં આવેલો હતો. જેથી ગત 29 મેના રોજ યુવતી વૈકુઠ ચાર રસ્તા પાસેથી ભાડાની રિક્ષામાં બેસીને તેના અલકાપુરીના ક્લાસ પર પહોંચી હતી. રિક્ષા ચાલકનું નામ સલમાનખાન પઠાણ હતું. અવાર નવાર તેની રિક્ષામાં મુસાફરી કરતા બંને એકબીજાના મોબાઇલ નંબરની આપ લે થઇ હતી. યુવતી ચાર પાંચ દિવસ ક્લાસમાં ગઇ ન હતી. જેથી રિક્ષા ચાલક સલમાને યુવતીને ફોન કરીને પૂછ્યું હતું કે. આપ આજ આયે નહી. જેથી યુવતીએ જવાનું નથી તેમ કહી ના પાડી દીધી હતી. તેમ છતાં ક્લાસમાં જવાના સમય પર સ્થળ પર ઉભી રહી યુવતીની રાહ જોતો હતો અને યુવતીને મળવાનો પ્રયાસ કરતો હોવાનુ લાગતા તેની રિક્ષામાં બેસવાનું બંધ કરી દીધુ હતું. દરમિયાન ગત માર્ચ મહિનામાં યુવતીએ ફોન કરી રીક્ષા ચાલકને સલમાનને બોલાવ્યો હતો. જેથી ચાલક આવ્યો હતો અને યુવતીને ક્લાસમાં છોડ્યા બાદ સાંજના સમયે રિક્ષામાં બેસાડી પરત ઘરે આવતો હતો. તે દરમિયાન આજવા ચોકડીથી કોઇ સુમસાન જગ્યા પર લઇ ગયો હતો અને રિક્ષામાં ત્યાં ઉભી રાખી ચાલકે હુ તને પ્રેમ કરુ છુ તેમ કહી લગ્નની ઓફર કરી હતી. યુવતે હુ હિન્દુ છુ તુ મુસ્લિમ છે જે તેને પસંદ નથી. ઉપરાંત તેની સગાઇ પણ સુરતના યુવક યુવક સાથે થઇ ગઇ છે તેમ જણાવતા તેણે યુવતીનું ગળુ પકડી યુવતી સાથે બિભત્સ ચેનાચાળા કર્યા હતા અને ચેનચાળા કરતી સેલ્ફી પણ લીધી હતી ત્યારબાદ યુવતીને ઘરે છોડી દીધી હતી. સલમાન યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો ઉપરાંત બિભત્સ ચેનવાળા ફોટો પણ ફિયાન્સને તેના મોબાઇલ મોકલી સગાઇ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસીપી જી ડિવિઝન એમ પી ભોજાણીએ તપાસ શરૂ કરીને આરોપીને સલમાનખાન પઠાણને હસ્તગત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
– મારી નહી કોઇ નહી થવા દઉ, તારા ખુબસુરત ચહેરા પર એસિડ નાખી કદરૂપો બનાવી દઇશ
એક તરફી પ્રેમ કરતો સલમાન પઠાણ હોટલમાં અન્ય યુવતી સાથે ગયો હતો. ત્યારબાદ છોકરીનો ફોટો દેખાતો ન હોય તેવો વીડિયો બનાવીને યુવતીને ફિયાન્સને મોકલી જણાવ્યું હતું કે હુ તારી ફિયાન્સી સાથે હોટલમાં છુ. જે વીડિયો ફિયાન્સે યુવતીને મોકલ્યો હતો. ઉપરાંત એપ્રિલ મહિનામાં સલમાને ફોન કરી તુ મારી નહી તાય તો હુ તને કોઇ નહી થવા દઉ ઉપરાંત તારા ખુબસુરત ચહેરા પર એસિડ નાખી દઇ કરરૂપો બનાવી દઇશ. તારા ફિયાન્સે પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. લગ્ન તોડાવવા માટે ફિયાન્સને ગેમે તેમ ચેટ કરી યુવતીને બદનામ કરતો હતો.
– ફિયાન્સે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું
આરોપી સુરત ખાતે રહેતા યુવતીના ફિયાન્સને વારંવાર ફોટો વીડિયો તથા ચેટ દ્વારા યુવતી બાબતે જણાવતો હતો. ફિયાન્સ પણ રોષે ભરાયો હતો અને યુવતીને લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેથી યુવતીને લાગી આવતા તેણીએ બાથરૂમમાં જઇને ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોએ યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.