કપડવંજ: કપડવંજ એસટી ડેપોમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો.બ્રહ્માકુમારી પૂજાબેને જણાવ્યું હતું કે, તંબાકુ એ ધીમું ઝેર છે, જે શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે. તમાકુ છોડીને પ્રભુ સ્મરણ કરી ખુશહાલ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. બ્રહ્માકુમારી જીનીતાબેને જણાવ્યું હતું કે, સરકાર અને સામાજિક સંસ્થાઓએ આ દિશામાં વધુને વધુ જાગૃત બનવાની જરૂર છે. એસટી કર્મચારીઓ અને મુસાફરોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કપડવંજ એસટી ડેપોના મેનેજર , એન એમ. કલ્યાણીએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.