ભારતના સંવિધાન આર્ટિકલ 21 એ મુજબ છ થી 14 વર્ષના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક :
તપાસ શબ્દ જ ભયંકર ખોટો અને ખરાબ અમારે માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ બાળકોની વિગત મેળવી છે : જિલ્લા શિક્ષણાધિકારી
( પ્રતિનિધિ ) વડોદરા તા.21
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે વડોદરાના 50 મદરેસામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મદ્રેસાઓમાંથી વિગત પ્રાપ્ત કરી રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. મદ્રેસામાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે મામલે બાળકોની વિગત મેળવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપેલા આદેશને પગલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શહેરના 50 મદરેસાઓમાં વિદ્યાર્થીઓને ધાર્મિક ની સાથે સાથે બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી અને આ તમામ મદ્રેસાઓમાંથી વિગતો પ્રાપ્ત કરી તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે હાલ જે સૂચના હતી અંતર્ગત મદ્રેસાઓની અંતર્ગત વિઝીટ અને એની કોઈ અન્ય ચકાસણીઓ કોઈ ઈરાદો હતો નહીં. શિક્ષણ કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે. શિક્ષણ શાળા બહારના બાળકોનો સર્વે, વર્ષ શરૂ થતા પહેલા પ્રવેશપાત્ર બાળકોનો સર્વે, વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે, તે અંતર્ગત
મદ્રેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે, તેમાં 6 થી 10 વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતીય બંધારણનો આર્ટિકલ 21( A ) એમને એ પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે. તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ, તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો. વિગતો મેળવવાની વાત હતી, એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરી છે. આશરે 50 મદ્રેસાઓની મુલાકાત લઇ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે. મદ્રેસામાં કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. એ લોકો પોતે સ્વયંમ એમની રીતે નિભાવણી કરતા હોય છે, અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી. એ પ્રવૃત્તિ કરવા માટે ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનો બંધારણનો આર્ટીકલ અંતર્ગત 29 છે, તે અંતર્ગત લઘુમતીઓને પોતાનું શિક્ષણ આપવાનો અધિકાર છે અને તે અંતર્ગત તે પ્રવૃત્તિ કરે છે. અમારી તપાસ હતી જ નહીં, આ તપાસ નથી તે શબ્દ જ ભયંકર ખોટો અને ખરાબ છે. અમારે માત્રને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ ? અમે બાળકોની વિગત મેળવી છે. મદ્રેસાની વિગત મેળવવાનો કોઈ ઇરાદો કચેરી તરફથી રહ્યો નથી તેમ જણાવ્યું હતું.