પોરબંદર(Porbandar) : ભારતની (India) દરિયાઈ (Sea) સીમામાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું (Drugs) સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ભારતીય નૌકાદળએ (Navy,) ભારતીય કોસ્ટ ગાર્ડ્સ (Indian Coast Guards) અને ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં 3100 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગુજરાતના પોરબંદર નજીક ભારતીય દરિયાઈ સરહદમાં ડ્રગ્સનું આ વિશાળ કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 2000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, પરંતુ સ્ટોકની દૃષ્ટિએ આ અત્યાર સુધીનો સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ છે.
ભારતીય નૌકાદળ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં મળેલી માહિતી અનુસાર શકમંદો ઈરાનથી (Iran) જહાજમાં હશીશ અને અન્ય માદક દ્રવ્યો લઈ જઈ રહ્યા હતા. બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ દરિયામાં રહ્યા બાદ ભારતીય નૌકાદળે ભારતીય પ્રાદેશિક જળસીમામાં પ્રવેશેલી શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં પાંચ લોકો ઝડપાયા હતા. પકડાયેલી બોટ, ડ્રગ્સ અને 5 શંકાસ્પદ પાકિસ્તાનીઓને ગુજરાતના પોરબંદર લઈ જવામાં આવ્યા છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ, એનસીબી અને ગુજરાત એટીએસને ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને જપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે એક્સ પર પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ-મુક્ત ભારતના સ્વપ્ન હેઠળ, આજે અમારી એજન્સીઓએ દેશમાં ડ્રગ્સની સૌથી મોટી જપ્તી કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. NCB, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા આપણા દેશને નશામુક્ત બનાવવાની અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું આ પ્રસંગે NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.