National

Republic Day: ઇતિહાસમાં પહેલીવાર મહિલા કલાકારો પરેડનો ઉદ્દઘોષ કરશે

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની (Republic Day) પરેડ 2024નું ઉદ્ઘાટન (Inauguration) દર વર્ષની જેમ ભારતીય સેનાની માર્ચિંગ ટુકડી (Marching Troop) દ્વારા કરવામાં આવશે નહીં. પરંતુ 75માં પ્રજાસત્તાક દિવસ પર પ્રથમ વખત 100 મહિલા કલાકારો ‘આવાહન (યુદ્ધ માટે ઉદ્ઘોશ)’ થીમ પર પરંપરાગત વાદ્યો, સંગીત, શંખ, નાગડા, ઢોલ, તાશા, તુતારી વગાડીને પરેડનું ઉદ્ઘાટન કરશે.

પ્રાચીનકાળમાં યુદ્ધની શરૂઆતમાં અને યુદ્ધ દરમિયાન જે રીતે શંખ વગાડવામાં આવતો હતો તે જ રીતે પર કર્તવ્ય પથ ઉપર શંખનો ધ્વનિ થશે. તેમજ દેશના ઈતિહાસમાં પહેલીવાર સંરક્ષણ મંત્રાલયની જગ્યાએ સંસ્કૃતિ મંત્રાલય પરેડની શરૂઆત કરશે. આ પરેડ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, કલા, લોકશાહી તેમજ વર્ષ 2047માં નવા ભારતની ઝલક દર્શાવશે.

આ સાથે જ સંસદમાં થયેલી ઘટના બાદ લઈને દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીની કિલ્લેબંધી (કિલ્લાની ફરતે સુરક્ષા વ્યવસ્થા) પૂર્ણ કરી છે. આ વખતે સર્ચિંગથી લઈને સુરક્ષા સુધીની દરેક બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. કર્તવ્ય પથ સુધી પહોંચવા માટે તમામ લોકોને સુરક્ષાના કુલ ત્રણ સ્તરોમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને શૂઝ અને જેકેટ પર નજર રાખવામાં આવશે.

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો થયો હતો
13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાની 22મી વરસી હતી. તે જ દિવસે બપોરે 1 વાગે સંસદની વિઝિટર ગેલેરીમાંથી બે વ્યક્તિઓ અચાનક નીચે કૂદ્યા હતા અને હંગામો કર્યો હતો. તેમજ બંનેએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાર બાદ પગરખાંમાં છુપાયેલો કલર સ્પ્રે કાઢીને હવામાં ઉડાવી દીધો હતો.

ત્યાર બાદ બંને આરોપીઓને પકડીને પોલીસને હવાલે કરાયા હતા. આ સાથે જ બે લોકોએ સંસદની બહાર હંગામો મચાવતા ઝડપાયા હતા. જેમાં એક મહિલા અને એક યુવક સામેલ હતા. ત્યાર બાદ સંસદ ભવન બહાર દિલ્હી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી હતી.

‘સૈનિકો સર્ચ અને સુરક્ષામાં સતર્ક રહેશે’
દિલ્હી પોલીસે આ ઘટનામાંથી બોધપાઠ લીધો હતો. તેમજ 26 જાન્યુઆરીએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સર્ચ અને સિક્યોરિટી માટે તૈનાત સૈનિકોને શૂઝ પર ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. જેના અંતર્ગત શુક્રવારે કર્તવ્ય પથ ઉપર પહોંચવા માટે લોકોએ એક નહીં પરંતુ ત્રણ સ્તરોમાંથી પસાર થવું પડશે.

Most Popular

To Top