મુંબઈ: નવી મુંબઈના (NaviMumbai) ડીવાય પાટિલ સ્ટેડિયમમાં (DYPatilStadium) ભારત (India) અને ઈંગ્લેન્ડની (England) મહિલા ટીમ (WomensTeam) વચ્ચે એકમાત્ર ટેસ્ટ (Test) મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું.
મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનના સંદર્ભમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત હતી. અગાઉ, શ્રીલંકાએ મહિલા ટેસ્ટ મેચમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. શ્રીલંકાએ 1998માં પાકિસ્તાન સામે કોલંબો ટેસ્ટ મેચ 309 રને જીતી હતી.
આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 479 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની આખી ટીમ બીજા દાવમાં 131 રન પર જ સિમિત રહી ગઈ હતી. રમતના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ શરૂઆતના સેશનમાં જ પડી ગઈ હતી. ભારત માટે દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરી અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ લીધી. પૂજા વસ્ત્રાકરને ત્રણ સફળતા મળી હતી જ્યારે રાજેશ્વરી ગાયકવાડને બે સફળતા મળી હતી.
આ પહેલા ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમે તેનો બીજો દાવ 186/6 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 44 અને શેફાલી વર્માએ 33 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે શાર્લોટ ડીને ચાર ખેલાડીઓ અને સોફી એક્લેસ્ટોને બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.
આ અગાઉ પહેલા દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 136 રનમાં આઉટ થઈ ગઈ હતી, જેના કારણે ભારતને 292 રનની લીડ મળી હતી. જોકે, પ્રથમ દાવમાં એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 108 રન હતો અને નેટ સાયવર-બ્રન્ટે ડેનિયલ વેઈટ સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. અહીંથી દીપ્તિ શર્માએ રમતનો આખો નકશો બદલી નાખ્યો. નેટ સાયવર-બ્રન્ટે 70 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. ભારત માટે જમણા હાથની સ્પિનર દીપ્તિ શર્માએ 5.3 ઓવરમાં 7 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
દીપ્તિ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બની
દીપ્તિ શર્મા ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં અડધી સદી અને પાંચ કે તેથી વધુ વિકેટ લેનારી બીજી ભારતીય મહિલા ખેલાડી છે. આ પહેલા શુભાંગી કુલકર્ણીએ વર્ષ 1985માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. ત્યારપછી શુભાંગીએ બેટ વડે 79 રન બનાવ્યા અને પછી ઈનિંગમાં છ વિકેટ પણ લીધી. દીપ્તિ શર્મા ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર ની પસંદગી કરવામાં આવી હતી, જેણે મેચમાં 9 વિકેટ લેવાની સાથે શાનદાર અડધી સદી ફટકારી હતી.