અયોધ્યા: ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના (Lord Ram) ભવ્ય રામ મંદિરના (Rammandir) નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર પરિસરની બહાર અયોધ્યા શહેરને પણ સજાવવામાં આવી રહ્યું છે. શહેરમાં 25 જગ્યાએ સૂર્ય સ્તંભ (SuryaStambha) લગાવવામાં આવી રહ્યા છે. આ સૂર્યસ્તંભોનું ઘણું મહત્વ છે. આને સ્થાપિત કરવાના હેતુ પાછળ ખૂબ જ ઊંડો સંદેશ છુપાયેલો છે.
અયોધ્યામાં અલગ-અલગ સ્થળોએ સ્થાપિત થઈ રહેલા સૂર્ય સ્તંભ વિશે વાત કરતા અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે કહ્યું કે ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા. તેથી અયોધ્યામાં સૂર્યનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત અયોધ્યાને સોલાર સિટી તરીકે પણ વિકસાવવામાં આવી રહી છે. આ પ્રતીકો દ્વારા સૂર્યનો મહિમા દર્શાવવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભક્તોમાં ભગવાન સૂર્ય પ્રત્યે આદરની લાગણી બની રહે તે આવશ્યક છે. તેથી જ વિવિધ સ્થળોએ સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે વધુમાં કહ્યું કે આ પ્રતીકો પર પૌરાણિક વસ્તુઓ કોતરવામાં આવશે. જેથી લોકોના મનમાં આદરની લાગણી પ્રતિબિંબિત થાય. આ સિવાય તેના પર પૌરાણિક મહત્વના અનેક પ્રતિકો સ્થાપિત કરવામાં આવશે.
શિંદેએ કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ સાથે કરોડો લોકોના સપના પૂરા કરવા માટે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર. આ તેમની ‘શ્રદ્ધા, ઓળખ અને ભક્તિ’ છે. શિવસેનાના સ્થાપક દિવંગત બાળ ઠાકરે પણ અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવવા માંગતા હતા. તેમણે વધુમાં કહ્યું કે પવિત્ર શહેર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને વિશ્વનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ બની ગયું છે.
રામ જન્મભૂમિ મંદિરનો આકાર આવો હશે
શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પૂર્વ અને પશ્ચિમ દિશામાં લંબાઈ 380 ફૂટ અને ઉત્તર અને દક્ષિણ દિશામાં પહોળાઈ 250 ફૂટ હશે. આ મંદિર ગ્રાઉન્ડ ફ્લોરની સાથે ત્રણ માળનું પણ બનશે. મંદિરની કુલ ઊંચાઈ 392 ફૂટ હશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર 166 ફૂટ, પહેલો માળ 144 ફૂટ અને બીજો માળ 82 ફૂટ ઊંચો હશે