સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાલનપુર ગામ નજીકની મથુરા નગરી સોસાયટીમાં એક યુવતીએ ચાર વર્ષના પ્રેમ બાદ લગ્નના 9 માં મહિને જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. યુવાન પરિણીતાના આપઘાત પાછળ માની ન શકાય તેવું કારણ બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
મૃતક અમિતાના પતિ ધ્રુવિલ સોલંકીએ જણાવ્યું કે, અમિતા માનસિક તણાવમાં રહેતી હતી. 7 વાર આપઘાતના પ્રયાસ કરી ચુકી હતી. વારંવાર એક જ વાત કરતી હતી કે તમે કામ પર જાઓ પછી હું ઘરમાં એકલી પડી જાઉં છું. અમીતાએ લગ્ન પહેલા પિતાના ઘરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે અવારનવાર મરી જવાની ધમકી આપતી હતી. અને આખરે તેણીએ મોત ને વ્હાલું કરી દીધું.
એક વર્ષ લીવ ઈનમાં રહ્યાં બાદ પ્રેમલગ્ન કર્યા હતા
ધ્રુવિલ અને અમિતાની મુલાકાત ચાર વર્ષ પહેલાં થઈ હતી. ત્યાર બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અમિતા બ્યુટી પાર્લર ચલાવતી હતી અને ધ્રુવિલ IT ઓફિસમાં કામ કરતો હતો. 4 વર્ષના પ્રેમ બાદ બન્ને 1 વર્ષ લીવ ઈનમાં રહ્યા હતા. ફેબ્રુઆરી-2023માં બંને લગ્નગ્રંથિમાં જોડાયા હતા. પ્રેમલગ્નને 9 મહિના જ થયા હતા અને અમિતાએ આવું અંતિમ પગલું ભર્યું હતું.
9 મહિનામાં અમિતાએ 7 વાર આપઘાતનો પ્રયાસ કર્યો
ધ્રુવિલે જણાવ્યું હતું કે તેઓ 10 પાસ છે પહેલા બેંગ્લોરની એક કંપનીમાં પ્રોજેકટ ટીમ લીડર તરીકે કામ કરતા હતા જેનો અનુભવ હોવાથી IT ની ઓફીસ ખોલેલી હતી. અમિતા સાથે ના લગ્ન પહેલા પણ એણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લગ્ન બસ સતત માનસિક તણાવમાં રહેતી હતી. 9 મહીનામાં જ 7 વાર બચાવી છે. તે હંમેશા મરી જવાની ધમકી આપતી હતી. તમે મને સમય નથી આપી શકતા હું એકલી રહું છું એવી ફરિયાદ કરતી રહેતી હતી.
અમિતા ડ્રિપેશનમાં હતી
અમિતાબેન ની ઉંમર 25 વર્ષની જ હતી. અડાજણ-પાલ ના પાલનપુર ગામ અંબિકા નગર, મથુરા નગરીમાં રહેતી હતી. ખાવા બાબતે પહેલા પણ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ઘરમાં એકલતાપણું અમિતાને મોત સુધી લઈ ગઈ હોય એમ કહી શકાય છે. અમીતા યુપીની રહેવાસી હતી.