મુંબઇ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે (TATA) ટાટા હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની મોટી કંપની વોલ્ટાસનું (Voltas) વેચાણની ખબરો વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. આ કંપની 70 વર્ષ જૂની છે. જેથી શેર માર્કેટમાં તેના શેરની કિંમતો પણ સારી છે. ત્યારે કંપનીના વેચાણના સમાચારથી કંપનીને તેના સ્ટોક (Stalk market) એક્સચેન્જમાં મોટું નુકશાન થયુ છે. જેથી કંપનીએ નિવેદન આપી શેર હોલ્ડની ચિંતાનું સમાધાન કર્યુ છે.
મળતી માહિતી મુજબ વોલ્ટાસ લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે આ સમાચાર તદ્દન ખોટા છે. આવા સમાચારો માત્ર ચિંતાજનક જ નથી પરંતુ ખોટી ખબરો ફેલાવનાર માટે શરમજનક છે. કંપની મેનેજમેન્ટે આવી તમામ ખબરોને સ્પષ્ટપણે નકારી કાઢ્યી છે. જણાવી દઇયે કે બ્લૂમબર્ગ દ્વારા આવેલા એક અહેવાલમાં કંપનીને વેચવા અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. આ વિષય પર વોલ્ટાસે કહ્યું કે આ તમામ અહેવાલો ખોટા છે.
અહેવાલમાં વેચાણનું આ કારણ આપવામાં આવ્યું હતું
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે બજારમાં બિઝનેસના વિસ્તરણ માટે કંપનીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ટાટા ગ્રૂપ વોલ્ટાસ લિમિટેડને વેચવાનુ વિચારી રહ્યુ છે. જો કે, આ વિષયે ટાટા ગ્રુપે કોઇ પણ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હવે ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, ‘કંપનીને વેચવાનો ટાટા ગ્રુપનો કોઈ વિચાર નથી.‘
કંપનીની શરૂઆત 1954માં થઈ હતી
તમને જણાવી દઇયે કે ભારતને આઝાદી મળ્યા બાદ ટાટા ગ્રુપે વર્ષ 1954માં વોલ્ટાસ કંપની શરૂ કરી હતી. તેનું મુખ્ય સેંટર મુંબઈમાં છે. કંપની મુખ્યત્વે એર કંડિશનર, વોટર કુલર, Air Coolers, Refrigerators, Washing Machines, Dishwashers, Microwaves, Air purifiers અને હોમ એપ્લાયન્સનો બિઝનેસ કરે છે. આ કંપનીમાં હાલમાં 1689 કર્મચારીઓ કામ કરે છે.
વિશ્વભરમાં વોલ્ટાસના પ્રોડક્ટની માંગ
વોલ્ટાસ કંપનો ભારત, મધ્ય પૂર્વ-દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં બિઝનેસ છે. ભારતમાં ટાટા ગ્રુપ તેના જોઇન્ટ વેંચર આર્સેલિક એએસ Arcelik AS સાથે વોલ્ટાસનો બિઝનેસ કરી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં રેફ્રિજરેટર્સ માટે ભારતમાં વોલ્ટાસનો હિસ્સો 3.3 ટકા અને વોશિંગ મશીન માટે 5.4 ટકા હતો. વોલ્ટાસે હાલ માંજ તેના Q2 ના વેચાણના પરિણામો જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે તેણે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં આ પ્રોડક્ટે રૂ. 36 કરોડનો નફો કર્યો છે.