Madhya Gujarat

લુણાવાડામાં દુષ્કર્મ કેસમાં આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગણી

વિરપુર : વિરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ દુષ્કર્મ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે વિરપુર મામલતદાર કચેરી ખાતે કાર્યકરોએ આવેદન આપ્યું હતું. સંતરામપુર જાનવડ સ્કૂલના આચાર્ય દ્વારા સત્તર વર્ષીય સગીરા પર અમાનવીય સૃષ્ટિ વિરુદ્ધનું કુત્ય કરનારને કડક સજા થાય જેના વિરુદ્ધમા વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સગીરા પર દુષ્કર્મ ગુજારનારા રાજેશ પટેલને કડક સજા થાય અને પીડિત દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ તેમજ જિલ્લા મહામંત્રી નારણભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રસ પ્રમુખ નાથુસિંહ પરમાર, યુવા પ્રમુખ સંજયભાઈ, ઉપપ્રમુખ વિજયભાઈ, નટુભાઈ, તેમજ નરેન્દ્ર બાવાજી,પૂનમભાઈ પગી તેમજ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અદનાન પઠાણ તેમજ સદસ્યના પ્રતિનિધિ જવાનસિંહ દરેક સમિતિના પ્રમુખ મહામંત્રી આમ આદમી પક્ષના હોદ્દેદારો ગણપતસિંહ,અરૂણસિંહ પણ જોડાયા તેમજ કિંગ ગ્રુપના યુવાનો પણ જોડાયા હતાં અને પીડીત પરીવારને ન્યાય મળે જેને લઈને વિવિધ સંગઠનોના હોદેદારો ઉપસ્થિત રહી રાજેશ પટેલ સામે વિરોધ નોંધાવી સુત્રોચાર કરી આવેદન આપવામાં આવ્યું હતું.

પિડીતાને ન્યાય મળે તે માટે મહીસાગર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
સંતરામપુર તાલુકાના જાનવડ હાઈસ્કૂલના લંપટ આચાર્ય રાજેશ પટેલને સખતમાં સખ્ત સજા થાય અને પીડીત દીકરીને ન્યાય મળે તે માટે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજેશ પટેલે આચાર્ય, શિક્ષકને શોભે નહીં તેવું અધમ કૃત્ય કર્યું છે. આ આચાર્ય રાજેશ પટેલને તાત્કાલિક ફરજ મોકૂફ કરવાની માગણી કરતું આવેદનપત્ર આપીને આ ગંભીર ગુનામાં રાજકીય દબાણમાં કેસ રફેદફે કરવા માટેના કોઈ પ્રયાસ ન થાય અને પીડીત સગીરાને ન્યાય મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી. આ આવેદનમાં મહીસાગર જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ હર્ષદ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, હોદેદારો, કાર્યકરો, પાટીદાર સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા મહીસાગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Most Popular

To Top