Sports

IND vs SL: ભારતે શ્રીલંકાને 214 રનનો ટારગેટ આપ્યો, સ્પિનરો સામે ફીકી પડી ભારતીય ટીમ

શ્રીલંકા: ભારત-પાકિસ્તાન (India-Pakistan) મેચમાં ભારતે 288 રનથી પાકિસ્તાનને હરાવી શાનદાર જીત મેળવી છે. જે બાદ આજે કોલંબોમાં (Colombo) જ ભારત અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ભારતના પ્લેઈંગ-11માં અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેચની શરૂઆત પહેલા જ ભારતને ઝટકો લાગ્યો હતો કે શ્રેયસ અય્યર આ મેચમાં પણ ટીમ ઇન્ડિયામાં ભાગ લેશે નહીં. ભારત-પાકિસ્તાન મેચમાં કોલંબોમાં વરસાદ વિલન બન્યો હતો. જો કે આજે પણ વરસાદી વાદળો છવાઇ રહ્યા છે.

હવે શ્રીલંકાને મેચ જીતવા માટે 214 રનનો ટાર્ગેટ છે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન હતો, જેણે 48 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. આખી ભારતીય ટીમ બે સ્પિનરો દુનિથ વેલાલ્ગે અને ચરિથ અસલંકા સામે પડી ગઈ. 20 વર્ષના મિસ્ટ્રી સ્પિનર ​​વેલાલ્ગેએ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે ઓફ સ્પિનર ​​અસલંકાએ 4 વિકેટ ઝડપી હતી. વેલાલ્ગેએ મેચમાં રોહિત, શુભમન, કોહલી, ઈશાન અને રાહુલને પોતાનો શિકાર બનાવ્યો હતો. મતલબ કે ટોચના-5 બેટ્સમેનો વેલાલ્ગે સામે પડી ગયા.

હાલમાં વરસાદના કારણે રમત બંધ કરી દેવામાં આવી છે. રમત બંધ થઈ ત્યારે ભારતનો સ્કોર 47 ઓવરમાં 9 વિકેટે 197 રન હતો. અક્ષર પટેલ 15 રન અને મોહમ્મદ સિરાજ બે રન સાથે રમી રહ્યા છે. શ્રીલંકા તરફથી સ્પિન બોલર દુનિથ વેલાલેગે પાંચ અને ચરિથ અસલંકાએ ચાર વિકેટ ઝડપી છે.

10 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 65 રન હતો. કેપ્ટન રોહિત શર્માએ અર્ધસદી ફટકારી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યો હતો. કોહલીએ 12 બોલમાં ત્રણ રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 13.5 ઓવર પછી બે વિકેટે 90 રન હતો. ત્યાર બાદ ભારતને ત્રીજો ઝટકો પણ લગ્યા હતો. ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી 23 ઓવરમાં જ આઉટ થઇ ગયા હતા. અત્યારે ભારતનો સ્કોર 24 ઓવરમાં 3 વિકેટના નુકસાને 120ને પાર છે.

Most Popular

To Top