SURAT

સુરતનાં પાંડેસરામાં સાડીના ગોડાઉનમાં ભીષણ આગ : ફાયરના જવાનો ધુમાડા વચ્ચે ઘેરાયા

સુરત: પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલના એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયરના જવાનો સમય સર ઘટના સ્થળે દોડી જતા આગને ગણતરીની મિનિટોમાં કંટ્રોલ કરી દેવાય હતી. ફાયર ઑફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે હાલ ધુમાડા વચ્ચે ઘેરાય ગયા છે કુલિંગ કામગીરી ચાલુ છે. સાડીનું ગોડાઉન હોવાથી આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે. જોકે લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

  • વેન્ટિલેટરની કોઈ સુવિધા ન હતી જેને કારણે ગોડાઉનમાં ધુમાડો ઘેરાય ગયો હતો
  • સાડી અને કુર્તીનાં રેડીમેઇન્ટ માલમાં આગ લાગતા ભયનો માહોલ બન્યો હતો
  • ધુમાડાને લઈ કુલિંગ કામગીરીમાં મોડું થયું હતું, કોઈ જાનહાની નોંધાય ન હતી

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ આજે સવારે 9:01મિનિટ ની હતી. સાડીના ગોડાઉનમાં આગનો કોલ મળતા જ માન દરવાજા, ડીંડોલી અને ભેસ્તાન ના ફાયર ફાઈટરો ને તાત્કાલિક સ્થળ પર મોકલી અપાયા હતા. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ધુમાડાને લઈ કુલિંગ કામગીરીમાં મોડું થયું હતું. કોઈ જાનહાની નોંધાય ન હતી.

ધર્મેશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે સ્થળ પર ગ્રાઉન્ડ સાથે પહેલા માળ નું ગોડાઉન હતું. આગ પહેલા માળે લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા કાપડનો જથ્થો બળી ગયો હતો. સાડી અને કુર્તી એટલે કે રેડીમેઇન્ટ માલમાં આગ ને કારણે ભય નો માહોલ બન્યો હતો. નવાઈની વાત એ હતી કે વેન્ટિલેટર ની કોઈ સુવિધા ન હતી. જેને કારણે ધુમાડો ઘેરાય ગયો હતો. કામગીરીમાં અડચણ રૂપ બન્યો હતો. ખાતું એટલે કે ગોડાઉન ભાડે અપાયું હતું. આજુબાજુના ખાતા બંધ હતા. જેને લઈ કોઈ જાનહાની નોંધાય ન હતી.

Most Popular

To Top