યુકે: ડોમિનોઝ (Domino’s) તેની ફાસ્ટેસ્ટ ડિલીવરી (Delivery) માટે હંમેશા ચર્ચા માં હોય છે. જો કે તેની શાખાઓ વિશ્વભરમાં છે. ડોમિનોઝે હવે ફાસ્ટ પિત્ઝા ડિલીવરી (Pizza Delivery) માટે એક અવનવી શોધ કરી છે. ડોમિનોઝે પિત્ઝાની ડિલિવરી કરવા માટે જેટપેક (Jetpack) તૈયાર કર્યુ છે. જેને પહેરીને ડિલિવરી બોય (Delivery Boy) પિત્ઝા ડિલીવર કરશે. યુકે મ્યુઝિક ફેસ્ટિવલ (ગેલ્સ્ટનબરી ફેસ્ટિવલ)માં પિત્ઝાની ડિલિવરી કરવા માટે ડોમિનોઝના ડિલિવરી બોયે જેટપેક પહેરીને હવામાં ઉડાન ભરી હતી. જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
ડોમિનોઝ હંમેશા વિશ્વભરમાં તેના વ્યવસાયને વધારવા માટે નવીનતાઓ કરે છે. તેથી ડોમિનોઝને સંપૂર્ણ નવા સ્તરે લઈ જવા માટે ડોમિનોઝે જેટપેક્સ સાથે પિત્ઝાની ડિલિવરી કરવાની યોજના બનાવી છે. આ સિવાય ડોમિનોઝે પિત્ઝા ડિલિવરી માટે પિત્ઝા ટ્રેકર એપ પણ બનાવી છે. જેની મદદથી તમે ગમે ત્યારે તમારો ઓર્ડર ફોલો કરી શકો છો. આ એપ તમને રીયલ ટાઈમ પરફેક્ટ અપડેટ્સ આપશે. આ ઉપરાંત વેબસાઈટ, મોબાઈલ એપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ જેવા ઉપકરણો પરથી ડોમિનોઝ પિત્ઝા ઓર્ડર કરી શકો છો.
ફ્લાઈંગ પિત્ઝા ડિલિવરી
ડોમિનોઝે તાજેતરમાં જેટ સ્યુટ પિત્ઝા ડિલિવરી સેવાનો પ્રયોગ કર્યો છે. તેનો વીડિયો ડોમિનોઝની કંપનીએ જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ડિલિવરી બાદ એજન્ટ ફરીથી પિત્ઝા ખરીદવા માટે દુકાને સરળતાથી પહોંચી શકતો હતો. આ ઇનોવેશન ડોમિનોઝ દ્વારા ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને કરવામાં આવ્યું છે. ડોમિનોએ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ સૂટ ડિઝાઇન કર્યો છે. જે પાયલોટને સુરક્ષિત રાખવા સાથે પિત્ઝાને પણ ગરમ રાખે છે.
ઝીરો ક્લિક ઓર્ડર શરૂ કર્યો
ડોમિનોઝ કંપનીએ કહ્યું કે લોકો માત્ર ઘરે જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ પિત્ઝા ઓર્ડર કરી શકે છે. ડોમિનોઝ પાર્કથી લઇને બિન-પરંપરાગત સ્થળોએ પણ પિત્ઝાપહોંચાડશે. ડોમિનોઝે આગળ સમજાવ્યું કે તે સમજે છે કે ગ્રાહકોનો સમય મૂલ્યવાન છે. તેણે ઝીરો ક્લિક ઓર્ડરિંગ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ પર ઓટોમેટિક પિત્ઝા ઓર્ડર કરવામાં આવે છે અને તેને પ્રીપેડ ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવે છે.