Entertainment

તેરે બાપ કી જલેગી, હનુમાનજી માટે આવા ડાયલોગ લખનાર મનોજ મુંતશીરે આપ્યો જવાબ, કહ્યું..

મુંબઈ: પ્રભાસની (Prabhash) ફિલ્મ ‘આદિપુરુષ’ (Aadipurush) શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની કમાણી જબરદસ્ત હતી પરંતુ ડાયલોગ્સને કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ રહી છે. લેખક મનોજ મુન્તાશીરે (ManojMuntashir) હવે ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ પર આ ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ‘મોટા કથાકારો આવી જ ભાષામાં સ્ટોરી સંભળાવે છે’.

જ્યારથી દિગ્દર્શક ઓમ રાઉતે (OmRaut) જાહેરાત કરી કે તેઓ આધુનિક સિનેમેટિક શૈલી સાથે રામાયણનું (Ramayan) વર્ઝન સ્ક્રીન પર લાવવા જઈ રહ્યા છે, ત્યારે લોકો તેમની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. મુખ્ય ભૂમિકામાં પ્રભાસ સાથેની આ ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

પ્રથમ દિવસે ફિલ્મને ઘણા દર્શકો મળ્યા અને કમાણી પણ જોરદાર થઈ છે. એડવાન્સ બુકિંગથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘આદિપુરુષ’ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરવા જઈ રહી છે. ફિલ્મની આતુરતાથી રાહ જોતી જનતા પ્રથમ દિવસે ‘આદિપુરુષ’ જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી હતી. પરંતુ લોકો ફિલ્મના ડાયલોગ્સથી બહુ પ્રભાવિત થયા ન હતા.

ફિલ્મ જોઈને પાછા ફરેલા પ્રેક્ષકોની એક સામાન્ય ફરિયાદ છે કે ‘આદિપુરુષ’માં ઘણા પાત્રોના ડાયલોગ્સ પર રામાયણના સમયના નથી પણ આજના સમયની બોલચાલ મુજબના છે. ફિલ્મના ડાયલોગ્સની આકરી ટીકા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

હવે મનોજે ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ પર સ્પષ્ટતા આપી છે. જનતાના પ્રશ્નોનો સામનો કરી રહેલા મનોજ મુન્તાશીરે કહ્યું, મેં જાણીજોઈને આવા ડાયલોગ્સ લખ્યા છે. જાહેર ખડે પગે ઉભા રહેવું એ બહુ સન્માનની વાત છે.’ તેમણે કહ્યું કે રામાયણ પર આધારિત ફિલ્મ માટેના આ સંવાદો ભૂલથી આ રીતે લખવામાં આવ્યા નથી, તે જાણી જોઈને આ રીતે રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શા માટે માત્ર હનુમાનજીના સંવાદની વાત કરવામાં આવી રહી છે. લોકોએ ભગવાન શ્રી રામના સંવાદો વિશે પણ વાત કરવી જોઈએ.

જનતાની અદાલતમાં ઉભા રહેવું એ સન્માનની વાત છે. રામાયણ પર આધારિત ફિલ્મ માટે ભૂલથી આ ડાયલોગ્સ લખાયા નથી, પરંતુ સમજી વિચારીને જાણી જોઈને આ ડાયલોગ્સ આ રીતે જ લખવામાં આવ્યા છે. મનોજે કહ્યું, માત્ર હનુમાનજીના ડાયલોગ્સની કેમ ચર્ચા થઈ રહી છે. લોકોએ ભગવાન શ્રીરામના ડાયલોગ્સ અંગે પણ ચર્ચા કરવી જોઈએ.

મનોજે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, ‘અમે રામાયણ નથી બનાવી, આ ફિલ્મ રામાયણ પર આધારિત છે.’ તેમણે રામ ચરિત માનસ લખનાર કવિ તુલસીદાસનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘બાબા તુલસીદાસ કહે છે, નાના ભાંતિ રામ અવતારા, રામાયણ શત કોટિ અપારા. રામના અવતારના અનેક પાસા છે અને રામાયણને સેંકડો પદ્ધતિથી વર્ણવી શકાય છે’

યુવાનોને ધ્યાનમાં રાખી આવા ડાયલોગ્સ લખ્યા છે
‘આદિપુરુષ’માં હનુમાનજીના પાત્રના એક ડાયલોગ પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જ્યારે પૂંછડીને આગ લગાડવામાં આવે છે, ત્યારે આ પાત્ર કહે છે, ‘તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી’. આ ડાયલોગ અંગે મનોજે કહ્યું, ‘રામાયણ સાડા સાત હજાર વર્ષ પહેલાં લખાઈ હતી, તો બાબા તુલસીદાસે સાડા ચારસો વર્ષ પહેલાં અવધિમાં શા માટે લખી? દરેક રામાયણ પઠન કરનારનું ધ્યેય તેને લોકો માટે સુલભ બનાવવાનું, સમકાલીન ભાષામાં વાત કરવાનું છે.

રામાયણની વાર્તાનો પ્રથમ ઉદ્દેશ્ય તેને દૂર દૂર સુધી લોકો સુધી પહોંચાડવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે યુવાનો જે ભાષાને સમજી શકતા નથી તેનું સન્માન કરી શકે છે, પરંતુ તેની સાથે જોડાઈ શકતા નથી. તેથી જ તેણે એવી ભાષામાં સંવાદો લખ્યા છે, જે આજના યુવાનોની ભાષા છે. જે લોકો ફિલ્મના ડાયલોગ્સની ભાષાથી દુઃખી થઈ રહ્યા છે તેમના માટે મનોજે કહ્યું, ‘જે લોકોએ અગાઉ રામાનંદ સાગર જીની રામાયણ જોઈ છે તેમને કદાચ આ ભાષા પસંદ નહીં હોય. પરંતુ અમે હાથ જોડીને તે લોકોની માફી માંગીશું.

કારણ કે અમારો પહેલો ઉદ્દેશ્ય એવા 10-12 વર્ષના બાળકો સાથે જોડાવાનો હતો જેઓ રામ વિશે કશું જાણતા નથી. ‘આદિપુરુષ’ના ડાયલોગ્સને લઈને વિવાદ એટલો વધી ગયો છે કે ફિલ્મને લઈને પણ વિવાદ થયો છે. ‘હિન્દુ સેના’ નામના સંગઠને દિલ્હી હાઈકોર્ટમાં ‘આદિપુરુષ’ વિરુદ્ધ પીઆઈએલ પણ દાખલ કરી છે. સંગઠને પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ‘આદિપુરુષ’ ભગવાન રામ, રામાયણ અને આપણી સંસ્કૃતિની મજાક ઉડાવે છે.

Most Popular

To Top