Science & Technology

ChatGPTના કારણે ગુમાવી નોકરી, AC ટેકનિશિયન બનવા પર યુવક થયો મજબુર

નવી દિલ્હી : OpenAIનું નવું ચેટબોટ ChatGPTના કારણે અનેક લોકોની નોકરી જોખમમા મુકાય ગઈ છે. જો વાત કરીએ તો ખાસ કરીને કન્ટેન્ટ રાઈટિંગ અને એજ્યુકેશન ઈન્ડસ્ટ્રીમાં (Education Industry) કામ કરતા લોકો માટે એક સંકટ રૂપ છે. ChatGPTની મદદથી લોકોને નવું કન્ટેન્ટ માત્ર ગણતરીના સેકંડમાં જ મળી જાય છે. જેના કારણે ઘણા કન્ટેન્ટ રાઈટર પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. આવી જ ઘટના એરિક ફિન નામના વ્યક્તિ સાથે ઘટી હતી.

એરિક ફિન નામના વ્યક્તિએ ChatGTP ના કારણે પોતાની નોકરી ગુમાવી હતી. એરિક ફિન એક સ્ટાર્ટઅપમાં કન્ટેન્ટ રાઈટર તરીકે નોકરી કરતો હતો. તે એક કન્ટેન્ટ લખવાના 60 ડોલર એટકે કે 4900 રૂપિયા લેતો હતો. પરંતુ ChatGTP આવવાથી આ કામ ફ્રીમાં થવા લાગ્યું હતું. જેના લીધે કંપનીએ તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. અરિક ફિન હવે AC ટેકનિશિયન તરીકે કામ કરવાનું વિચારી રહ્યો છે.

ChatGPTની મદદથી જાતે જ કન્ટેન્ટ લખી રહ્યા છે.
OpenAI ચેટબોટ ChatGPT આવવાથી ઘણા લોકો અને કંપનીઓ નવા કન્ટેન્ટ માટે ChatGPT પર નિર્ભર થઈ ગયા છે. એરિક ફિને જણાવ્યું હતું કે કંપની સંપુર્ણ રીતે ChatGPT પર નિર્ભર થઈ ગઈ હતી. કંપનીમાં જે ક્લાઈન્ટસ માટે હું નવા કન્ટેન્ટ લખતો હતો તે ક્લાઈન્ટ હવે ChatGPTની મદદથી જાતે જ કન્ટેન્ટ લખી રહ્યા છે. જે કારણોસર કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

Google, Microsoft આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં લાગી છે
ChatGPTએ ટેક્નોલોજીની દુનિયામાં એક અલગ ક્રાંતિ લાવ્યું છે. ChatGPT આવ્યા પછી Google, Microsoft જેવી કંપનીઓ પણ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં લાગી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ChatGPT ખુબ જ લોકપ્રિય છે. તેની લોકપ્રિયતા વ્યાપકપણમાં છે. જો વાત કરીએ તો વિદ્યાર્થીઓથી, કામ કરતા કર્મચારીઓએ ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે. ChatGPT ઉપયોગમાં સરળ છે. તેમા કોઈ પણ પ્રકારનો ખર્ચ લગતો નથી. અનેક ઈન્ડસ્ટ્રી લાખોની બચત કરી શકે છે.

Most Popular

To Top