વડોદરા : મકરપુરા જીઆઇડીસની કંપનીમાં નોકરી પર જવા મીટે નીકળેલા માંજલપુરના વૃદ્ધ શ્વાનને બિસ્કિટ ખવડાવતા હતા. તે દરમિયાન પોલીસનો સ્વાંગ રચીને આવેલા શખ્સોએ વૃદ્ધના રૂ 1.25 લાખના સોનાના દાગીના સરકાવી ફરાર થઇ ગયા હતા. માંજલપુર વિસ્તારની વામીન સોસાયટીમાં રહેતા મહેન્દ્ર હીરાલાલ શાહ (ઉં.વ.72) મકરપુરા જીઆઇડીસીની ભાવિકા એન્જિનિયરિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગુરુવારે સવારે નવ વાગે નોકરી પર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રોડ પર વતા શ્વાનને બિસ્કિટ ખવડાવતા હતા.
તે દરમિયાન બાઇક બે શખ્સો આવ્યા હતા અને તેઓ પોલીસ તરીકે ઓળખ આપી હતી. આઇકાર્ડ બતાવી દાદા તે ઉંમર લાયક છે અને સોનાની વિટો અને ચેઇન કેમ પહેરો છે શહેરની ચોરીના અનેક બનાવો બને છે તેમ કહ્યું હતું ત્યારબાદ અન્ય એક શખ્સ ચાલતો ચાલતો તેમની પાસે આવે છે તેની હાથમાં વીટી પહેરેલી હોય છે. તેને પણ વીહી કેમ પહેરીને નીકલો છે તેમ કહેતી તેને ખિસ્સામાંથી કાગળ કાઢી મુકવા માટે આપ્યા હતા.જેથી વૃદ્ધ ગભરાઇ ગયા હતા અને તેમને પાતાની સોનાની વીટી અને ચેઇને કાઢીને આપેલા કાગળમાં લપેટી પેન્ટના ખિસ્સામાં મુકી દીધી હતી ત્યારબાદ બાઇક ચાલક સહિત ચાલતા આવેલા શખ્સ ચાલાકીથી વૃદ્ધના ખિસ્સામાંથી બે સોનાની વીટી અને ચેઇને મળી 1.25 લાખના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.જેથી વૃદ્ધે માંજલપુરી પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ બનીને આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ખાખીને બદમાન કરનાર શખ્શોની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.