Charchapatra

આદિવાસી વિસ્તારો માટે એ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે

ધરમપુર દક્ષિણ ગુજરાતનો આધિવાસી પ્રજાની વસ્તીવાળો અને ડુંગરોની હારમાળાઓ વનની ગાઢી વૃક્ષરાજીનો વિસ્તાર મજૂરી અને થોડીજમીનની ખેતી ઉપર નિર્ભર લોકોખૂબ જ ગરીબાઈમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. વિકાસ અને પ્રગતિથી થોડી ઝલક જોવા મળે છે. ખરી, પરંતુ હજી પૂરેપૂરી ક્ષિતિજ ઉઘડવાની બાકી છે, શ્રીમદ્દ રાજચંદ્રજી મહારાજ મોટી આધ્યાત્મિક ધર્મથી હસ્તી હતી. જે રાજ રજવાડા વખતે કહેવાયછે કે એમનાં પાવન પગલાં ધરમપુરની ધરતી પર પડેલાં છે. જે વરસો પહેલાંીજ આજે ફાલીફૂલીને વટવૃક્ષ ધારણ કરી રહ્યાનું જોઇ શકાય છે. મોહનગઢ મોટો ડુંગર શહેરીકરણ થયાનું ખેરખર જોઇ શકાય છે. સેવાકિય પ્રવૃત્તિના ભેખધારીઓ, માલેતુજાર પોતાના નાણં રોકીને ઉત્કર્ષમાં સહયોગ આફી રહ્યા છે. પૂ. રાકેશજીની સીંધી નિગેહબાની હેઠળ અનેક આરોગ્ય લક્ષી શિક્ષણનાં કાર્યોથઇ ર્યા છે. તેમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટેની અનેક અધુનિક સગવડો ઉપલબ્ધ છે. આરોગ્યલક્ષી સારવાર માટે નો ડો. અકીન દેસાઈ અને તેમની ટીમ ખરેખર પ્રસંશાને અને અભિનંદને પાત્રછે. તેમની કાર્ય શૈલી. વાણીની મીઠાશ થી જ દર્દી હળવાશ અને સંતોષ અનુભવતો હોય છે.આપત્ર લખનારને પણ સુખદ અનુભવ થયો છે.
ધરમપુર – રાયસીંગ ડી. વળવી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હા એ હામાં ફાયદો
આપણામાંથી કેટલા બધા એવા હશે જે કોઈની મૂર્ખ જેવી વાત પર એટલા માટે હશે છે કે એમના બોસઈ સમાજના પ્રમુખ છે. એના લીધે ધંધો મળે આપણે ઘણા લોકોનું ઘણુ સાંભળી લઈએ છીએ. મરજી વિરુધ્ધ એમની મૂર્ખ જેવી વાત સાથે સહમત થઈએ છીએ એમના તુક્કાઓ ને વારવાર કહીએ છીએ કે પછી એમના વાહિયાત વિચારો વિશે એમને સ્પષ્ટ કહેવાને બદલે એમની સાથે હાએહા કરીએ છીએ આપણો ફાયદો શોધીએ મજબૂરીમાં મન કે મગજ નથી વેચતા પણ આપણા ફાયદા માટે હકીકત જાણવા છતાં સત્ય સમજવા છતાં સામેની વ્યક્તિની પૂરેપૂરી સચ્ચાઈ ઓળખી લેવા છતાં આપણા ફાયદા માટે આપણા અસ્તિત્વને વેચીએ છીએ જાણે અજાણે સામેના માણસને સારુ લગાડવા સ્વાર્થ ખાતર જુઠું બોલતા કે પોતાની મુરાદ પૂરી કરવા માટે લટુડા પટુડા થતા. આપણા ચહેરા પર સસ્તી ઈચ્છાઓને મેકઅપ છે. સ્વાર્થમાં જતીસાઈને જૂઠથી ઊભરાય છે. આપણે છીછરા, દંભી અને સમજણ વગરના સમાજનો હિસ્સો બની રહ્યા છીએ. જય હાએહામાં ફાયદાની…
ગંગાધરા- જમિયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top