ભરૂચ: (Bharuch) ભરૂચ સી-ડિવિઝન પોલીસે હાઇવે (Highway) પર બોસ્ટન હોટલ (Hotel) પાછળ ટ્રકમાંથી કાર્ટિંગ થતો દારૂનો માતબર રૂપિયા 9.54 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ હાઇવે ઉપર સી-ડિવિઝનનો સ્ટાફ સોમવારે નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે હાઇવે પર અવાવરુ જગ્યાએ એક ટ્રકમાંથી દારૂ કાર્ટિંગ થઈ રહ્યો છે. આ ટ્રકને આઈ 20 કાર દ્વારા પાયલોટિંગ અપાઈ રહ્યું છે.
- ભરૂચ હાઇવે પર દારૂના કાર્ટિંગ ટાણે જ પોલીસની એન્ટ્રી, રૂ.19.5 લાખનો મુદ્દામાલ જપ્ત
- સી ડિવિઝન પોલીસને જોઈ ટ્રકચાલક, પાયલોટિંગ કરનાર આઈ-20 કારમાં બેસી ફરાર
બાતમીના આધારે પોલીસે હાઇવે પર બોસ્ટન હોટલ પાછળ દરોડો પાડ્યો હતો. જ્યાં ઝાડી-ઝાંખરામાં ટ્રક નં.(જીજે-24-વી-5925)માંથી દારૂની પેટીઓ ઉતારાઇ રહી હતી. જ્યારે નજીકમાં આઈ-20 કાર પડી હતી. પોલીસને જોઈ ટ્રક ડ્રાઈવર, કારચાલક અને અન્ય 4 આરોપી આઈ-20 કારમાં ફરાર થઇ ગયા હતા. દારૂ ભરેલી ટ્રકને સી-ડિવિઝન પોલીસમથકે લાવી ગણતરી હાથ ધરાઈ હતી. ટ્રકમાંથી કુલ દારૂ બિયરની 3713 બોટલ કિંમત રૂ.9.54 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, ટ્રકચાલક અને અન્ય આરોપીઓ કારમાં નાસી છૂટ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.19.54 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ઉચ્છલના નારણપુર ગામે વરલી મટકાનો જુગાર રમતા ૧૨ ઝડપાયા, ૨ વોન્ટેડ
વ્યારા: ઉચ્છલના નારણપુર ગામે સાવરપાડા ફળિયામાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા ૧૨ જેટલા જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે બેને વોન્ટેડ જાહેર કરાયા છે. આ દરોડામાં રોકડા રૂ.૨૪,૨૧૦, મોબાઇલ ફોન નંગ ૧૦ કિં. રૂ.૧૪ હજાર, મોટરસાઇકલ-૩ કિંમત રૂ.૮૦ હજાર મળી કુલ રૂ.૧,૧૮,૬૧૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જુગાર રમતા ઝડપાયેલાઓમાં વીકી સુભાષ પાડવી, સુનિલ જયરામ કોટવાડિયા, અંતુ હુરજી ગામીત, જગુ ચીમન કાથુર, મલ્લુ બાપુ ગામીત, હરિલાલ ગુરજી વસાવા, મગન કાસીયા કાથુર, છગન નુરીયા વસાવા, યશવંત જીવા વસાવા, દીક્ષિત લક્ષ્મણ વસાવા (તમામ રહે.,નારણપુરા, ઉચ્છલ), ભીમસિંગ દાજીયા ગામીત (રહે., ઘુંટવેલ, ડુંગરી ફળિયું, સોનગઢ), દિલીપ કાલુસિંગ વસાવા (રહે., નેશુવડપાડા, ઉચ્છલ)ની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે કલ્પેશ સુભાષ પાડવી (રહે., નારણપુરા, ઉચ્છલ) અને સિકંદર ગામીત (રહે.,ચીંચપાડા નવાપુર, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરાયા છે.