Sports

ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી સિરિઝ જીતી, અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી

અમદાવાદ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ (Fourth Test) મેચ ડ્રોમાંં (Match Draw) સમાપ્ત થઈ હતી. મેચના પાંચમાં દિવસના છેલ્લા સેશનમાં બંને ટીમના કેપ્ટનોએ હાથ મિલાવવાનો નિર્ણય કર્યો અને મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી છે. આસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 571 રનનો મોટો સ્કોર બનાવ્યો. વિરાટ કોહલી અને શુભમન ગીલે ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ કારણે ટીમ ઈન્ડિયા 71 રનની લીડ લેવામાં સફળ રહી હતી. આમાં વિરાટ કોહલીની 186 રનની મોટી ઇનિંગ પણ સામેલ હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા, તેણે ભારત પર 84 રનની લીડ બનાવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટના નુકસાને 175 રન બનાવ્યા હતા. આ રીતે મેચ ડ્રો રહી હતી.

હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
આ ટેસ્ટ સાથે જ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની સફર પૂરી થઈ ગઈ છે અને તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 7 જૂને લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચી છે.

  • ઓસ્ટ્રેલિયા – 66.67 જીતની ટકાવારી, 11 જીત, 3 હાર, 5 ડ્રો
  • ભારત – 58.8 જીતની ટકાવારી, 10 જીત, 5 હાર, 3 ડ્રો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં ભારતનો દબદબો

  • પ્રથમ ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રનથી જીત્યું (નાગપુર)
  • બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટે જીત્યું (દિલ્હી)
  • ત્રીજી ટેસ્ટ – ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું (ઈન્દોર)
  • ચોથી ટેસ્ટ – મેચ ડ્રો (અમદાવાદ)

ભારત-ઓસ્ટ્રેલિયા: છેલ્લી ચાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પરિણામો:

2-1 (ભારત, 2017)
2-1 (ભારત, 2018-19)
2-1 (ભારત, 2020-21)
2-1 (ભારત, 2023)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન

  • ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી
  • 2 ટેસ્ટની હોમ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું
  • દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર
  • 2 ટેસ્ટની હોમ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું
  • બાંગ્લાદેશને 2 ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું
  • ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4 ટેસ્ટ ઘરઆંગણે શ્રેણીમાં 2-1થી વિજય

Most Popular

To Top