મહિલા પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત થઈ છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ગુજરાત જાયન્ટ્સની (Gujarat Giants) ટીમો એકબીજા સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે. લીગના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સે તેમના ડાન્સ અને ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ પહેલી જ મેચમાં 200 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા.
વિમેન્સ IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં પ્રથમ અડધી સદી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના બેટમાંથી નીકળી હતી. મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કરતા જમણા હાથના બેટ્સમેને ગુજરાત ટાઇટન્સની બોલિંગ લાઇન અપને તોડી નાખી હતી. હરમને માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આઉટ થતા પહેલા તેણે 30 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ચોથા નંબરે આવીને હરમને 216.66ના સ્ટ્રાઈક રેટથી 14 ચોગ્ગા ફટકાર્યા હતાં.
વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 200 રનનો આંકડો પાર કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તેણે 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. તેના તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુસે 31 બોલમાં 47 અને એમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. નતાલી સીવરે 23 અને પૂજા વસ્ત્રાકરે 15 રનનું યોગદાન આપ્યું હતું. યાસ્તિકા ભાટિયા એક રન બનાવીને આઉટ થઈ હતી. ઈસી વોંગ એક બોલમાં છ રન બનાવીને અણનમ રહી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહેમે એક-એક વિકેટ લીધી હતી.