સુરત: આજે સોમવારે સવારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલારિલાયન્સ કંપનીના સ્માર્ટ બજાર મોલમાં આગ ભભૂકી હતી. આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મોલના બીજા માળે આગ લાગી હતી. દાદરથી બીજા માળ પર જઈ શકાય તેમ નહીં હોય ફાયરના જવાનોએ હાઈડ્રોલિક સીડીનો ઉપયોગ કરી બહારની તરફથી મોલના બીજા માળ સુધી જઈ કાચ તોડીને જીવના જોખમે અંદર પ્રવેશ્યા હતા અને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો. સવારના સમયે આગ લાગી હોય મોલની અંદર વધુ લોકો નહોતો. મોટી દુર્ઘટના ટળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
- સુરતના પીપલોદ વિસ્તારના મોલમાં લાગી આગ
- સ્માર્ટ બજાર મોલના બીજા માળે લાગી
- ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- બીજા માળે આગ લાગતા હાઈડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરાયો
- ફાયર ફાયટર્સ કાચ તોડી મોલમાં પ્રવેશ્યા
- જોતજોતામાં આગ પહેલા માળ સુધી પ્રસરી ગઈ
- ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
કાચ તોડી આગ પર કાબૂ મેળવ્યો
મળતી માહિતી અનુસાર પીપલોદ વિસ્તારમાં આવેલા સ્માર્ટ બજાર મોલમાં (Smart Bazar Mall) વહેલી સવારે આગ લાગી હતી. મોલમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. મોલમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર સ્માર્ટ બજાર મોલના પહેલા અને બીજા માળે ધૂમાડો નીકળી રહ્યો હતો. જ્યારે ફાયર વિભાગને આ અંગે જાણકારી આપવામાં આવી ત્યારે ફાયર વિભાગના જવાનોએ મોલની સામેની બાજુથી કાચ તોડીને અંદર જવાની ફરજ પડી હતી. ફાયર વિભાગે બીજા માળે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આગ લાગ્યાનું કારણ અકબંધ
ફાયર ઓફિસર પાસેથી મળતી માહિતી ફાયર વિભાગને સ્માર્ટ બજારમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે ફાયર ફાઇટર્સને જાણ થઈ કે મોલના બીજા અને પહેલા માળે આગ લાગી છે ત્યારે ફાયર ફાઇટર્સ મોલની સામેની દીવાલનો કાચ તોડી મોલનો બીજા માળે પ્રવેશ્યા હતા. જોતજોતામાં આગ પહેલા સુધી પ્રસરી ગઈ હતી. જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પહેલા અને બીજા માળે સામાન હતો તે બળીને ખાક થઈ ગયો હતો. જો કે આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી.