National

એન્જિન વગર જ ટ્રેનના ડબ્બા ટ્રેક પર દોડવા લાગ્યા, બિહારની ઘટના

બેતિયા: આજે સવારે બિહારના (Bihar) નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલવે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીંના મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે સત્યાગ્રહ એક્સપ્રેસ (SatyaGrah Express Train) 15273 સાથે ચોંકાવનારી ઘટના બની હતી. ટ્રેનનો ડ્રાઈવર એન્જિન લઈ આગળ નીકળી ગયો અને પાછળ 18 ડબ્બા એકલા દોડવા લાગ્યા હતા. એકાએક બોગીઓ એન્જિન વિના ટ્રેક પર દોડવા લાગતા મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. સદ્દનસીબે મોટી દુર્ઘટના થઈ નહોતી.

  • સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિન વિના દોડવા લાગ્યા: મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે બની ઘટના
  • ડ્રાઈવર 4 ડબ્બા સાથે એન્જિન લઈ આગળ રવાના થયો અને 18 ડબ્બા પાછળ એકલા દોડવા લાગ્યા હતા
  • ઘટનાના પગલે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, ડ્રાઈવરે પરત આવી ડબ્બા એન્જિન સાથે જોડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર 15723 સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે ૨વાના થઈ હતી. બાકીની બોગીઓ એન્જિન વગર રેલ્વે ટ્રેક પર દોડવા લાગી હતી. જો કે, જ્યારે ડ્રાઈવરને તેની જાણ થઈ ત્યારે ચાર બોગી (Train Coaches) સાથેનું એન્જિન માત્ર 100 મીટર આગળ જ ગયું હતું. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક (Emergency Break) મારી એન્જિન (Rail Engine) સહિત ચાર બોગીને રોકી હતી. ત્યાર બાદ તમામ બોગીને ફરીથી જોડીને ટ્રેન દોડાવવામાં આવી હતી.

અચાનક તૂટી જવાને કારણે આ અકસ્માત થયો હતો
આ દરમિયાન ટ્રેન લગભગ 15 મિનીટ સુધી રેલવે ફાટક પાસે ઉભી રહી હતી. આ બાબતે મુસાફરોએ (Passengers ) હોબાળો પણ મચાવ્યો હતો. એવું કહેવાય છે કે બોગીને જોડવા માટે ઉપયોગમાં લેવાતા કપલિંગ અચાનક તૂટી જવાને લીધે આ અકસ્માત થયો હતો.

કેવી રીતે બની ઘટના?
રક્સૌલ-આનંદ બિહાર સત્યાગ્રહ એક્સપ્રેસ નિર્ધારિત સમયે રક્સૌલથી રવાના થઈ હતી. મહોદીપુર ટ્રેન ગુરુવારે સવારે 9 વાગ્યાની આસપાસ ગુમતી નજીક પહોંચી હતી. ટ્રેનમાં સવાર એક મુસાફર રાકેશ કુમારે જણાવ્યું કે જ્યારે ટ્રેન મૌલિયાથી ખુલી ત્યારે તે વચ્ચે- વચ્ચે ધક્કો મારી રહી હતી પરંતુ ડ્રાઈવરે ધ્યાન આપ્યું ન હતું. તેઓ મહોદીપુર ગુમતી પહોંચ્યા કે તરત જ એક આંચકો લાગ્યો અને પાયલટ એન્જિન સહિત ચાર બોગી લઈને રવાના થઈ ગયો. જ્યારે 18 બોગી ટ્રેક પર દોડવા લાગી હતી.

Most Popular

To Top