Dakshin Gujarat

ઘરવખરી સામાનની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો પારડી હાઇવે પરથી ઝડપાયો

પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા હાઈવે (Highway) પર પોલીસે એક ટેમ્પામાં ઘરના જુના ભંગારના સામાનની આડમાં સેલવાસથી સુરત લઈ જવાતો રૂ. 96 હજારનો દારૂનો (Alcohol) જથ્થો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ઈસમને વોન્ટેડ (Wanted) બતાવ્યો હતો.

  • ટેમ્પામાં ઘરના જુના ભંગારના સામાનની આડમાં સેલવાસથી સુરત લઈ જવાતો દારૂ પકડાયો
  • પ્લાસ્ટિકના મીણીયા થેલાઓમાં પેકિંગ કરી ભરેલા બોક્સમાં વ્હીસ્કી-બિયરની બાટલી ટીનના બોક્સ મળી આવ્યા

પારડીના બગવાડા ટોલનાકા હાઇવે પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન મળેલી બાતમીના આધારે પર વોચ ગોઠવી હતી. વાપી તરફથી આવતો ટેમ્પોને રોકી તપાસ કરતા ટેમ્પાના ફાલ્કામાં ઘરનો જુનો સામાન ભર્યો હોવાનું ટેમ્પા ચાલકે જણાવ્યું હતું. જોકે ઘર વખરીના સામાનની નીચેથી પ્લાસ્ટિકના મીણીયા થેલાઓમાં પેકિંગ કરી ભરેલા બોક્સમાં અંદર જોતા વ્હીસ્કી-બિયરની બાટલી ટીનના બોક્સ મળી આવ્યા હતા.

પોલીસે ટેમ્પો ચાલક લાલસીંગ રામસિંગ રાજપુત (રહે. સુરત, મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ઓમ પ્રકાશ ઉર્ફે ઓમજી હરરામ મેઘવાલ (રહે. સેલવાસ)ને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 1440 જેની કિં.રૂ.96,000 મોબાઈલ ટેમ્પાની કિં.રૂ.3 લાખ કુલ રૂ.4,01,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પારડીના ઓરવાડમાં ગેરકાયદે ખેરના લાકડા ભરી જતા ટેમ્પા સાથે 2 ઝડપાયા
પારડી : પારડીના ઓરવાડ ગામે ડુંગર ફળિયામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગેરકાયદે ખેરના લાકડા ભરી જતો પીકઅપ ટેમ્પો ઝડપી પાડી 1 ટન ખેરના લાકડા જપ્ત કરી ચાલક સહિત બેની ધરપકડ કરી હતી. પારડી તાલુકાના ઓરવાડ ગામે ડુંગર ફળિયા પાસે સર્વિસ રોડ ઉપર એક પીકઅપ ટેમ્પોમાં ભરેલા ખેરના લાકડા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ખેરના લાકડા અંગે પોલીસે બિલ પુરાવા માંગતા ઈસમો રજૂ કરી શક્યા ન હતા. પોલીસે 1000 કિલોગ્રામના લાકડા જેની કી.રૂ. 50 હજારના ખેરના લાકડા કબજે કર્યા હતા. મોબાઈલ, વજન કાંટો, અને પીકઅપ ટેમ્પોની કિં.રૂ. 2 લાખ સહિત કુલ 2.63 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે સ્નેહલ પ્રેમા પટેલ (રહે.ધરમપુર) અને દક્ષેશ જીકુ પટેલ (રહે.પરવાસા, પારડીની) ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top