Sports

સતત 7મી વખત ODI સિરીઝમાં ન્યુઝીલેન્ડ હાર્યું, 1988 બાદ કીવીનો હારનો સિલસિલો જારી

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતે શનિવારે રાયપુર (Raipur) ODIમાં ન્યૂઝીલેન્ડને (New Zealand) 8 વિકેટથી હરાવીને ત્રણ મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. એટલે કે આ સીરીઝ (Series) પણ ભારતના નામે થઈ ગઈ છે અને હવે સીરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાવાની છે.

ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ઝઝૂમી ગઈ અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે ટીમ ઈન્ડિયાને આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.

ન્યૂઝીલેન્ડની હાલત આજે ખૂબ જ ખરાબ હતી, ટોપ-5 બેટ્સમેનમાંથી કોઈ પણ ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ રન બનાવ્યા અને તેનો સ્કોર 36 રહ્યો હતો. ભારત સામે ન્યૂઝીલેન્ડનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2016માં ન્યૂઝીલેન્ડ 79 રન પર ઓલઆઉટ થયું હતું, 2010માં 103 રન પર અને હવે અહીં આખી ટીમ 108 રન પર આઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા માટે આજનો દિવસ ખૂબ જ લકી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડના પ્લેયર્સની હાલત ખરાબ કરી નાખી હતી. ભારતીય બોલર હાર્દિક પંડ્યા, સુંદર વૉશિટંગ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે ન્યૂઝીલેન્ડના પ્લેયર્સને ધૂળ ચટાવી હતી. સિરાજ, વોશિટંગ અને શમી દ્વારા જોરદાર બોલિંગ કરવામાં આવી હતી. જીત માટે હવે ટીમ ઈન્ડિયાએ માત્ર 109 રન બનાવવા પડશે. ત્યારે શાર્દુલ ઠાકુરે કેપ્ટનની વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર હાર્દિક પડંયાએ ન્યૂઝીલેન્ડની ટીમને જોરદાર પછાડી હતી. હાર્દિક પંડ્યાએ સાતમી વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી હતી. હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા અપાવી છે અને મિચેલ સેન્ટનરને આઉટ કરીને ભાગીદારી તોડી છે. મિશેલ સેન્ટનરે 27 રન બનાવ્યા અને હવે ન્યૂઝીલેન્ડનો સ્કોર 103/7 છે.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે જોરદાર બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ આજે કઈ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ઘર આંગણે રમાઈ રહેલી વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા નવા રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 18 ઓવરમાં 6 વિકેટ ઝડપી લીધી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડના ટીમ કેપ્ટન ટોમ લોથમ 17 બોલમાં માત્ર એક રન બનાવી કેચ આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે આ વિકેટ ઝડપી હતી.

આ પહેલા શ્રેણીની પ્રથમ વનડે હૈદરાબાદમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક રીતે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં ઓપનર શુભમન ગિલે 208 રનની બેવડી સદીની ઇનિંગ રમી હતી. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણી પહેલા છેલ્લી 10માંથી માત્ર એક જ ODI જીતી શકી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા 6 મેચમાં હારી છે. જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હવે રાયપુર વનડે જીતીને સિરીઝ પર કબજો કરીને ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ મેળવવા ઈચ્છશે.

મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.

Most Popular

To Top